સતત પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ વધારા સામે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

સતત પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ વધારા સામે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર.
કોરોનાના સંકટમાં ઝૂઝતી આમ જનતા માટે સતત વધતો પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જતા ભાવ વધારો અસહ્ય.
પ્રજાના પ્રશ્નોની વાચા આપવા કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન.

સરકારે સતત 20 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ ડીઝલના ભાવ પ્રતિ લિટર રૂ 10.80 અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 8.87 નો વધારો થયો છે. રોજેરોજ બંનેના ભાવમાં સતત વધતા જઈ રહ્યા છે જેમાં આ વખતે પેટ્રોલ કરતાં ડીઝલના ભાવ વધી જતા કોરોના જેવા અનલોક પિરિયડમાં લોકોના કામ ધંધા આવક બંધ પડ્યા છે. તેવા સમયમાં સતત ભાવ વધારો પ્રજા માટે અસહ્ય થઈ પડ્યો છે ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ બાદ હવે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરી રાજપીપળા ખાતે ભાજપ સરકાર સામે સૂત્રો ઉચ્ચાર કરી વિરોધ પ્રદર્શન ગયો કરી ગાંધીજીની પ્રતિમા પાસે ધરણાં પ્રદર્શન કરી ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. અને કલેકટર ને આવેદન આપ્યુ હતુ

આ પ્રસંગે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો.કિરણ વસાવાની આગેવાનીમાં રાજપીપલા ખાતે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે કોરોનાના સંકટમાં ઝૂઝતી આમ જનતા માટે સતત વધતો પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વધારો અસહ્ય થઈ પડ્યો છે. ત્યારે તાત્કાલિક અસરથી પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવાની માંગ કરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: