22મી જૂને 3 મહિનાના બ્રેક બાદ કરનાળી સ્થિત કુબેર દાદા ના મંદિરના કપાટ ખૂલશે દર્શનનો સમય સવારે 8થી 12, અને બપોરે 1થી સાંજના 5સુધી દર્શન કરી શકાશે

સેનેટાઇઝડ કર્યા પછી મંદિર મા સેનેટાઈઝરની ફુવારાની કેબિનમાથી પસાર થવુ પડશે .

કોઈ પણ વસ્તુ જેવી કે બિલી , ફૂલ , હાર, ફળ એવી કોઈ પણ વસ્તુઓ ચઢાવી શકાશે નહી

કુબેર દાદા ના ભક્તો માટેઆનંદ ના સમાચાર છે . 22મી જૂને 3 મહિનાના બ્રેક બાદ કરનાળી સ્થિત કુબેર દાદા ના મંદિરના કપાટ ખૂલશે આ અંગે મંદિર ના ટ્રસ્ટી રજનીકુમાર પંડયા ના જણાવ્યા અનુસાર 22મી જૂને અમાસ ના દર્શન ભક્તો કરી શકશે . જે દર્શનનો સમય સવારે 8થી 12, અને બપોરે 1થી સાંજના 5સુધી દર્શન કરી શકાશે .જેમા ફક્ત દર્શન જ થઇ શકશે .કોઈ પણ વસ્તુ જેવી કે બિલી , ફૂલ , હાર, ફળ એવી કોઈ પણ વસ્તુઓ ચઢાવવાની નથી .
દરેક દર્શનાર્થી માટે માસ્ક ફરજિયાત કરેલ છે.ભક્તો એ માસ્ક પહેરીને જ આવવાનુ રહેશે .બૂટ ચંપલ પણ ગાડી મા કે બહાર કાઢી ને જ આવવાનુ રહેશે .કુબેર પરિષદ કે કુબેર સંકુલ મા બૂટ ચંપલ લાવી શકાશે નહી . દરેકે હાથ સેનેટાઇઝડ કર્યા પછી મંદિર મા સેનેટાઈઝરની ફુવારાની કેબિનમાથી પસાર થવુ પડશે .ત્યાર પછી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે 5-5ફૂટ ના ડિસ્ટન્સમા ઉભા રહેવાનુ છે .


કોઈ પણ વ્યક્તિ ને કે રેલિંગ ને અડકવાનુ નથી , દર્શન કર્યા પછી આવવાના અને જવાના રસ્તા અલગ રાખેલ છે .
વધુ મા આજે અહી કોઈ પણ જાતની બાધા લેવામા નહી આવે કે બાધા છોડાવવામા આવે નહી જેમા બાબરી , મુંડન કે લટ લેવાની કોઈ પણ બાધા કે લઘુ રૂદ્ર , હોમાત્મક રૂદ્ર કે પાઠાતમક રૂદ્ર , જેવી તમામ ધાર્મિક વિધિ બંધ રાખવામા આવી છે .આરતી મા કોઈ ને પણ પ્રવેશ અપાશે નહી .
બે દિવસ પહેલા ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પણ મંદિર પરિસર નુ નિરીક્ષણ કર્યુ હતુ તમામ ચકાસણી બાદ 22મી જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય લેતા ભક્તો મા આનંદની લાગણી જન્મી છે


તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: