સરદાર સરોવરના 14 દરવાજા ખોલાતા 8 ગામોનો સંપર્ક તુટ્યો

સરદાર સરોવરના 14 દરવાજા ખોલાતા 8 ગામોનો સંપર્ક તુટ્યો ગોરા બ્રિજ પાણી ગરકાવ
નર્મદા ડેમ 132.64 મીટરની સપાટીએ પહોંચ્યો

રાજપીપળા,તા.19

નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન શરૂ કરવો કરાવતા તેમાંથી 1.79 લાખ ક્યુસેક પાણીની આવક વધારો થઈ રહ્યો છે જેને પગલે ડેમની સપાટી તેના રૂમ લેવલ 131 મીટર થી વધીને અત્યાર સુધીની સૌથી વધુ 132. 64 મીટરે પહોંચી છે જેના પગલે એ દ્વારા એમના 14 દરવાજા ખોલી 2.32 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલમાં કેવડીયા નજીક ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન દ્વારા પાણી છોડાતા નર્મદા બંધમાં 2, 32, 000 પાણીની આવક થઈ રહી છે જેને પગલે નર્મદા બંધની જળ સપાટી 132.64 મીટર થઈ છે. નર્મદા બંધના 14 ગેટ ખોલવામાં આવ્યા છે અને જેનાથી પાણી ગેટ માંથી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા બંધના ટર્બાઇન નર્મદા નદીમાં હાલ પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે એને જેને પગલે ગોરા ખાતે આવેલ બ્રિજ ડૂબી ગયો છે. ગોરા બ્રીજ ઉપર ત્રણ મીટરથી પાણી વહી રહ્યું છે. ગોરા બ્રિજ ડૂબી જતા હાલ અવરજવર બંધ થઈ ગઈ છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: