નર્મદા ડેમ પાસેના ગરૂડેશ્વર ખાતેનો વિયર ડેમ ઓવરફલો થયો . વીજ મથકોમા વીજળીનુ ઉત્પાદન શરૂ ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં નિકાલ થતાં વિયર ડેમ થયો ઓવર ફ્લોથયો

નર્મદા ડેમ પાસેના ગરૂડેશ્વર ખાતેનો વિયર ડેમ ઓવરફલો થયો .

વીજ મથકોમા વીજળીનુ ઉત્પાદન શરૂ
ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં નિકાલ થતાં વિયર ડેમ થયો ઓવર ફ્લોથયો

રાજપીપલા તા 19

નર્મદા નદી ઉપર બનાવવામા આવી રહેલ વિયર ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જોવા મળ્યોહતો
સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1200 મેઘાવોટના તમામ 6 વીજ મથકોમા વીજળીનુ ઉત્પાદન શરૂ
ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં નિકાલ થતાં વિયર ડેમ થયો ઓવર ફ્લોથયો હતો

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતાંની ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેઘાવોટનાં તમામ 6 વીજ યુનિટો શરૂ કરાતા હાલ રોજનું 5થી 6 કરોડ રૂપિયાની વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. નર્મદા નદી ઉપર ગરૂડેશ્વર ખાતે બનાવવામા આવતો વિયર ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે .
હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથક દ્વારા કુલ 27,326 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2,571 મિલીયન ક્યુબીક મીટર છે તો બીજી બાજુ મુખ્ય કેનાલમાં 10,907 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.
ચોમાસાની શરૂઆત સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હોવાનું જાણી આસપાસના લોકો નદી બે કાંઠે વહેતી જોવા ઉમટી પડયા હતા.

ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ એટલે બનાવાયો છે કે સરદાર સરોવર નર્મદા ડેમનું વધારાનું પાણી સમગ્ર કરી વીજ ઉત્પાદ કરવા તથા પ્રવાસીઓ માટે બોટિંગ કરવા બનાવાઈ રહ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમથી ગરુડેશ્વર વિયર ડેમનું 12 કિમીનું અંતર છે તો આ 12 કિમી સરોવરમાં આવનારા દિવસોમાં પ્રવાસીઓ બોટિંગની મઝા માણી શકશે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Translate »
%d bloggers like this: