નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસનો આજે વધુ 4 પોઝિટીવ કેસ નોંધાયો

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 38સેમ્પલ પૈકી 4 સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો જ્યારે
34 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા :
આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ 15 કેસના દરદીઓ સારવાર હેઠળ છે

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૫,૩૬૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર
સર્વેક્ષણ : ૧૧૫ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપલા, તા 19
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧9 મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૨૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 38 સેમ્પલો પૈકી 4 સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો છે.

જેમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ 35વર્ષિય યુવાન વીર
સિંગ ભાઈજાની યા ભાઈ વસાવા 2)સુરેશભાઈ શનાભાઈ બારીયા (ઉ .વ .35.રહે કે કોલોની )3)રાહુલભાઈ કરશનભાઈ બારીયા ઉ .વ .32રહે કે કોલોની )4)પ્રહલાદભાઈ કંચનભાઈ પરમાર ઉ .વ .43.રહે કે કોલોની )
આ તમામ ના ગઈ કાલે સેમ્પલ લીધેલા તેનો આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે આ બધા જ સાતમી જૂની સુરતથી કેવડીયા પરત આવ્યા હતા આજે તમામ ને રાજપીપલા કોવીદ મા ખસેડાયા છે નર્મદા મા અત્યાર સુધી મ કૂલ 38કેસ નોંધાયા છે જેમા વડોદરા થી રિફર કેસ ને ગણતરી મ લેવાયેલ નથીઃ

આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના 15દરદી સારવાર હેઠળ છે. જ્યારે આજે 38 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા. 19 મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-600109 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 53 દરદીઓ, તાવના 38 દરદીઓ, ડાયેરીયાના 25 દરદીઓ સહિત કુલ -૧૧6 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: