નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસનો આજે વધુ ૧ પોઝિટીવ કેસ નોંધાયો

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 42 સેમ્પલ પૈકી ૧ સેમ્પલના રિપોર્ટ આજે
પોઝિટીવ આવ્યો : આજે38 સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ11 કેસના દરદીઓ સારવાર હેઠળ છે

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 65363 વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર
સર્વેક્ષણ : ૧૦૦ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપલા, તા 18
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ
ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧8મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 42 સેમ્પલ પૈકી ૧ સેમ્પલના રિપોર્ટ આજે
પોઝિટીવ આવ્યો છે આજે38 સેમ્પલ ચકાસણી માટે મોકલાયાછે .જેમા

રમણલાલ બી વાલા (ઉ વ 34,રહે , કેવડીયા તા ગુરુડેશ્વર )આ વ્યક્તિ સુરતથી તા 7.6.20ના રોજ કેવડીયા આવેલ તેનો ગઈ કાલે ટેસ્ટ લેતા રિપોર્ટ પોઝિટિવ આવતા
આ દરદીને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના 11 દરદી સારવાર હેઠળ છે. જ્યારે આજે 38 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા. 18મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૩,૯૧૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 56 દરદીઓ, તાવના 29 દરદીઓ, ડાયેરીયાના 30 દરદીઓ સહિત કુલ -115 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.
gf

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: