નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલા ટકારા ધોધના પિકનિક પોઇન્ટ ખાતે ફોર વ્હીલર અને મોટરસાયકલ સાથે 45 થી વધુ લોકો ટોળે વળી પીકનીક પાર્ટી કરવા આવતા પોલીસની રેડ થી દોડધામ

પોલીસની ગાડી પર અને લોકરક્ષક (પોલીસ કોન્સ્ટેબલ) ઉપર પથ્થરમારો.

પોલીસને જોઈને ફોરવીલર સાથે અને મોટરસાયકલ લઈને ઈસમો ભાગી છૂટતા ચકચાર.

જેમાં પોલીસે બે લિસ્ટેડ બૂટલેગરોને ઓળખી અને બીજા ગામ લોકો પણ જણાતા પોલીસે અલગ બે અલગ અલગ ફરિયાદો
નોંધી કરાયો રાયોરિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા ચકચાર.

મોટરસાયકલ મૂકીને પ્રવાસીઓ ભાગી છૂટતાં પોલીસે ટ્રેક્ટર મોકલી 8 મોટરસાઈકલ ડિટેઈન કરી આમલેથા પોલીસ મથકે લવાયા.

8 મોટર સાઇકલ કબજે કરતી 8 મોટરસાઇકલ ચાલક મળી 16 ઈસમો સામે તથા બીજી ફરિયાદ જાહેરનામા ભંગની તથા સરકારી કામમાં અડચણ ઉભી કરી પથ્થરો વડે હુમલો કરતાં 30 ઇસમોએ રાયોટિંગનો ગુનો દાખલ કરી કુલ 46 ઈસમો સામે ફરિયાદ.

હાલો નર્મદા જિલ્લામાં કોરોના લોકડાઉન અને અનલૉક -1 માં મેળા, પ્રવાસ જેવા ભીડવાળી જગ્યા પર એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતાં નાંદોદ તાલુકાનાં જૂનાઘાટા ગામ પાસે આવેલા ટકારા ધોધના પિકનિક પોઇન્ટ હોઈ પીકનીક માટે પાર્ટી કરવા ફોર વ્હીલર અને મોટરસાયકલ સાથે 45 થી વધુ લોકો પીકનીક મનાવવા આવ્યા હતા.આ દરમિયાન પેટ્રોલીંગમાં નીકળેલા આમલેથા પોલીસની ગાડી દૂરથી જોતા ફોરવીલર વાળાઓ ઇસમો નાસી છૂટયા હતા તેમજ 8 મોટરસાયકલ પણ હતી તેમ જ પોલીસને જોઈને મોટરસાયકલ મૂકીને ભાગી ગયા હતા, આ પ્રસંગે લોકરક્ષક નિમેષભાઈ અને વિજયભાઈ સરકારી ગાડી લઈને ઘટના સ્થળે પહોંચતા પથ્થરની આડશ મૂકી રસ્તો બ્લોક કરી પોલીસની ગાડી ઉપર પથ્થરમારો કરી નાસી છૂટયા હતા. જેમાં સરકારી કામમાં અડચણ ઉભી કરી પથ્થરો વડે હુમલો કરી શહીદોના વાહનોને અવરોધ કરી ભગાડી મુકી નાસી જઇ ગુનો કરતાં. આ તમામ સામે સરકારી ફરજમાં અડચણ રૂપ થવા નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ પ્રથમ ફરિયાદમાં 16 જણા સામે અને બીજી ફરિયાદમાં 30મો મળી કુલ 46 મો ઇપીકો કલમ 188 મુજબ અને રિયોટીંગનો ગુનો દાખલ કરી તમામની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં પ્રથમ ફરિયાદમાં ફરિયાદી પી.એસ.આઇ એસ.ડી.પટેલે આરોપી કાળા રંગની મોટરસાયકલ નંબર સીબીઝેડ જીજે 22 ડી 2628 હરેશભાઈ હરિસિંહભાઈ વસાવા,હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે 22 જે 8492 ના ચાલક, કાળા કલરની સીબીઝેડ મોટરસાયકલ નંબર જીજે 22 એફ 7941 નો ચાલક, કાળા કલરની પેશન પ્રો મોટરસાયકલ નંબર જીજે 22 ડી 7100, જીજે 22 એફ 7904 નો ચાલક, જીજે 06 ડીઇ 0004 નો ચાલક પીન્ટુભાઇ નટવરભાઈ વસાવા, કાળા કલરની મેસ્ટ્રો નંબર જીજે 22 એલ 4814નો ચાલક દિનેશભાઇ ઉર્ફે દશરથભાઈ ભુદરભાઈ વસાવા, કાળા રંગની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે 22 એફ 7904 નો ચાલક, કાળા રંગની જ્યુપિટર મોટરસાયકલ નંબર જીજે 22 એલ 1512 ના ચાલક જયેશભાઈ જગદીશભાઈ વસાવા, તથા બીજા આઠ જેટલા માણસો મળી કુલ 16 ઇસમો તમામ (રહે, જૂનાઘાટા ) સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરેલ છે.
ફરિયાદની વિગત મુજબ બહારમાં કોરોના વાયરસ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય નર્મદામાં જાહેરનામા મુજબ જાહેરમાં ચાર કે ચારથી વધુ વ્યક્તિઓ એક સાથે જિલ્લામાં કોઈપણ જગ્યાએ એકત્રિત થવા ઉપર તેમજ એકબીજાથી ઓછામાં ઓછું 6 ફૂટ નું અંતર જાળવવા સોશિયલ સાયન્સ નું પાલન કરવા અંગેનું જાહેરનામું કરેલ હોવા છતાં આઠ જેટલા મોટરસાયકલ ચાલકો તથા બીજા આઠ જેટલા માણસો મળી કુલ 16 જેટલાં ઈસમો તમામ (રહે,જુનાઘાટા) ગામના ટકારા ધોધ ખાતે ભેગા મળી પોલીસ રેડ મોટરસાયકલ 8 સ્થળ ઉપર મૂકી નાસી જઇ, જાહેરનામાનો પાલન નહી કરી, જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરિયાદમાં આમલેથા પોલીસ મથકે ફરિયાદી આમલેથાના લોકરક્ષક નિમેષભાઈ વિજયભાઈ આરોપી હરેશભાઈ હરિસિંહભાઈ વસાવા, દિનેશભાઈ ઉર્ફે દશરથભાઈ ભુદરભાઈ વસાવા, મેહુલભાઈ મંગળદાસ વસાવા, જયેશભાઈ જગદીશભાઈ વસાવા, સુરેન્દ્રભાઈ સેવરીયાભાઈ વસાવા, મયુરભાઈ સુરેન્દ્રભાઈ વસાવા, રસીલાબેન સુરેન્દ્રભાઈ વસાવા, અનસુયાબેન દિનેશભાઈ વસાવા, પુષ્પાબેન દિનેશભાઈ વસાવા,પીન્ટુભાઇ નટવરભાઈ વસાવા, રોશનભાઈ જશુભાઈ વસાવા, દેવલીયાબેન જગદિશભાઈ વસાવા, સંજયભાઈ, દેવળિયાબેનનો છોકરો, દેવલીયાબેનની છોકરી તેમજ મોટરસાયકલના ચાલક તેમજ બીજા આશરે પંદરેક જેટલા સ્ત્રી-પુરુષો મળી કુલ 30 મો સામે ફરિયાદ કરી છે.
બીજી ફરિયાદની વિગત માં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી લોકરક્ષક નીમેષભાઈ ને તથા સાહેબને સરકારી કામોમાં અડચણ ઉભી કરી પથ્થરો વડે હુમલો કરી સાહેદોનાં વાહનોને અવરોધ કરી ભગાડી મુકી નાસી જઇ ગુનો કરતા તમામ સામે સરકારી ફરજમાં અડચણ રૂપ થવા નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
gf
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: