કેવડિયામાં રેલવે લાઇન નાંખવાની કામગીરી તંત્રની ઉદાસીનતાને કારણે ખેતરોમાં વરસાદી પાણીથી ભરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા.

ખેતીને વ્યાપક નુકસાન ગયું છે, વાવણી કરવામાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે કેમકે ખેતરો તળાવ બની ગયા છે.
તિલકવાડા તાલુકામાં મોરિયા, નવાગામ, મારૂઢીયા, મોરી સહિતના ગામોના 50 જેટલા ખેડૂતોની જમીનો આ રેલવે લાઈનમાં જતાં તિલકવાડા વિસ્તારના ખેડૂતોએ વળતર મુદ્દે રોષ વ્યક્ત કર્યો.

રેલવે વિભાગે આપેલા વચનો ન પડયા હોવાનો આક્ષેપ સાથે વહેલી તકે કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.
પહેલા વરસાદમાં જ રેલવેની પોલ ઉઘાડી પડી ગઇ છે જો 10 દિવસમાં રસ્તો નહીં બનાવી આપે તો પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરે તો અમે સરકાર સામે ઉગ્ર આંદોલન કરીશું.

નર્મદાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ સ્તરના પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે. કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટના રૂપમાં રેલ મંત્રાલય દ્વારા વડોદરા, ડભોઇ, કેવડીયા બ્રોડગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનો સંપાદિત કરી પશ્ચિમ રેલવે એ લેવાની હોય નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં મોરિયા,નવાગામ, મારુંઢીયા મોરી સહિતના ગામોના 50 જેટલા ખેડૂતોની જમીનો આ રેલવે લાઈનમાં ગઈ છે. તો તિલકવાડા વિસ્તારના ખેડૂતોએ વળતર મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો.સાથે સાથે રેલવે વિભાગે આપેલા વચનો ન પાડ્યા હોવાનો આક્ષેપ લગાવી જો વહેલી તકે કાર્યવાહી ન થઈ તો ઉગ્ર આંદોલન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારી છે.

gf
ખેડૂતોને 20.13 લાખ વળતર વધુ આપી દેવાયું છે.
તિલકવાડા તાલુકાના મોરિયા-મારૂંઢિયા ગામના ખેડૂત અગ્રણી બરકતુલ્લા રાઠોડે જણાવ્યું હતું કે,
સરકારે અમને ઓછું વળતર આપ્યું છે, સરકારના વળતર કરતા તો અમારા ઉભા પાકની રકમ વધુ થતી હતી, અમને વળતર લેવા દબાણ કરવામાં આવ્યું છે.અમે તો વાંધા હેઠળ પૈસા લીધા છે. સરકારે અમને એવું કહ્યું હતું કે તમે પૈસા નહિ લો તો પણ અમે રેલવે તો નાખીશું જ.
મોરિયા સીમમાં રેલવે જવાથી 30-35 ખેડૂતોને સિમમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, અગાઉ રેલવેએ અમને વાયદો કર્યો હતો કે ચોમાસા પેહલા તમને રેલવેની આજુબાજુ આરસીસી રસ્તો બનાવી આપીશું પણ હજુ સુધી રસ્તો બન્યો નથી, અમે આ મામલે રેલવે વિભાગ, નર્મદા કલેકટર અને પ્રાંત અધિકારીને જાન્યુઆરીમાં લેખિત-મૌખિક રજુઆત કરી હતી .
એક બાજુ રેલવે અને બીજી બાજુ કેનાલની વચ્ચે પાણીનો નિકાલ થતો નથી, જેથી ખેડૂતોએ સર્વે નંબર 240, 274, 228 માં પાણીના નિકાલની માંગણી કરી હતી એ માંગણી પુરી થઈ નથી, પેહલા વરસાદમાં જ રેલવેની પોલ ઉઘાડી પડી ગઈ છે.જો 10 દિવસમાં રસ્તો નહિ બનાવી આપે અને પાણીના નિકાલની વ્યવસ્થા નહિ કરે તો અમે સરકાર સામે ઉગ્ર આંદોલન કરીશું.

એ વિસ્તારના ખેડૂતોએ લેખિત રજુઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે,રેલવે વિભાગે અમારી રસ્તા અને પાણીના નિકાલની માંગ પુરી કરી નથી.પ્રથમ વરસાદમાં રેલ્વે લાઈનની આજુબાજુમાં પાણી ભરાઈ ગયાં છે. જેને લઈને ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.ખેતીને વ્યાપક નુકશાન ગયું છે.સાથે નવી વાવણી કરવામાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે.કેમ કે ખેતરો તળાવ બની ગયા છે.ત્યારે આગામી સમયમાં ખેડૂતોની માંગ જો પૂર્ણ નહિ થાય તો ખેડૂતો આંદોલન કરશે અને કામગીરી અટકાવશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: