સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના બે ગુના ડિટેક્ટ કરતી એલસીબી નર્મદા

સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના બે ગુના ડિટેક્ટ કરતી એલસીબી નર્મદા.
હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જિલ્લામાં મિલકત સબબ ગુનાઓ અંકુશ રાખવા સારું તેમ જ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ


ઈન્સ્પેક્ટર એલસીબીનાઓ તેમજ એલસીબી પોલીસ તાપ મારફતે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ચોરી ની પાર્ટ એ ગુ.ર.નં.0055/2020 ઇ.પી.કો કલમ 380 મુજબના ગુનાના કામે કોઈ અજાણ્યા ઇસમે પેટ્રોલ પંપના માલિક નયનભાઈ રણજીતભાઈ કોઠારીના ઘરમાંથી રોકડા રકમ રૂ.423500/- તથા મોબાઇલ ફોનની ચોરી કરેલા ની ફરીયાદ નોંધાયેલ જે ગુનાના કામની તપાસ કરતા સાગબારા તાલુકાના નરવાડી ગામે રહેતા સુનીલ ઉર્ફે ભરતભાઈ સુરેશભાઈ વસાવાનાને ટેકનિકલ સર્વેલન્સ આધારે ઝડપી પાડી તેની વિશેષ પૂછપરછ કરતા, આ ચોરી ઉપરાંત ચીખલી ગામે હાઈવે રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે આવેલ પંચર ની દુકાન નો મોબાઈલ પણ ચોરી કરેલાની કબુલાત કરતો હોય જે અનુસંધાને સાગબારા પોલીસ સ્ટેશન એ -પાર્ટ નં. 0342/2020 ઇપીકો કલમ 379 આ મુજબનો ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવેલ છે. બંને અનડિટેક્ટર ચોરી ડિટેક્ટ કરી ચોરીના ગુનાના કામે સદર સુનિલ ઉર્ફે નરપતભાઈ સુરેશભાઈ વસાવા (રહે, નારવાડી) સાગબારા અને ગુનાના કામે અટક કરી સાગબારા પોલીસે ને વધુ તપાસ અર્થે આરોપી તથા મુદ્દામાલ સોંપવામાં આવેલ છે.
પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જિલ્લામાં અનડિટેક્ટ કરવાની સૂચના અનુસંધાને મિલકત સબબ ગુનાઓને ડામવા તેમજ મિલ્કત સબબ ગુનાઓ આચરનારાઓની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા સારુ નર્મદા પોલીસ સતત પ્રગતિ પ્રગતિશીલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: