નર્મદા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો કુલ ૯ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ

નર્મદા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો
કુલ ૯ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ

નાંદોદ ના ગામકુઆ ની મહિલા પોઝિટિવ

અન્ય રાજ્ય અને જિલ્લાઓ માંથી આવતા લોકો કોરોના ના વાહક બની શકે છે

બહાર જિલ્લા અથવા રાજ્યો માંથી આવતા લોકોની માહિતી જિલ્લા કંટ્રોલ રૂમ ને આપવા આરોગ્ય શાખા એ પ્રજાને આપીલ કરી

રાજપીપળા તા 14

નર્મદા જિલ્લામાં ગતરોજ એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસો આવ્યા બાદ આજે ૧૪/૦૬/૨૦૨૦ ના રોજ વધુ એક કેસ કોરોનાનો પોઝિટિવ મળી આવતા તંત્ર માં દોડધામ મચીજવા પામી છે

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગામકુવા ગામની ૪૫ વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ મળી આવી છે આ મહિલા ૧૨/૦૬/૨૦૨૦ ના રોજ મહારાષ્ટ્ર ના જલગાવ થી પ્રાઇવેટ વાહન માં આવી હતી અને ગતરોજ ૪૦ સેમ્પલ ચકાસણી માટે મોકલેલા હતા તેમાંથી ગામકુઆ ની ૪૫ વર્ષીય મહિલા વિજયાબેન શેખરભાઈ નનાકસી નો રીપોર્ટ આજે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર માં દોડધામ મચી છે હાલ નર્મદા જિલ્લામાં કુલ કોરોના ૯ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

લોકડાઉન ના પ્રથમ ચરણ માં એક સાથે ૧૨ કેસ આવ્યા બાદ નર્મદા જિલ્લા માં કોરોના ના વધુ કેસો આવતા ન હતા હોવી અનલોક ૧ માં નર્મદા જિલ્લા માં પણ કોરોનાએ માથું ઉચકયું છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: