નર્મદાની  જિલ્લા જેલના બંદીવાન ભાઈ બહેનોને પોતાના સંબંધી સાથે હવે જેલની અંદર મુકવામાં આવેલ એસ.ટી.પી.સી.ઓ દ્વારા પોતાના ખર્ચે ફોન પર વાતચીત કરી શકશે

નર્મદાની  જિલ્લા જેલના બંદીવાન ભાઈ બહેનોને પોતાના સંબંધી સાથે હવે જેલની અંદર મુકવામાં આવેલ એસ.ટી.પી.સી.ઓ દ્વારા પોતાના ખર્ચે ફોન પર વાતચીત કરી શકશે.
રાજપીપળા જિલ્લા જેલમા કેદીમા કેદીઓ માટે વધુ એક સુવિધામા વધારો. 
 રીઢા ગુનેગારોના ફોન રેકોર્ડ કરાશે.
રાજપીપળા, તા. 16
 નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ જીત નગર ખાતે જિલ્લા જેલ ની અંદર જવાનો અને ગુજરાત સરકાર દ્વારા 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની અનોખી ભેટ આપી છે. નર્મદા જિલ્લાના જેલ અધિક્ષક એલ. એમ ગમારા જણાવાય અનુસાર જિલ્લા જેલ ના બંદીવાનો પોતાના સ્વજનો, વકીલો સાથે હવે ફોન પર વાત કરી શકે છે. આ બંદીવાન ભાઈ-બહેનો જ્યારે જેલમાં દાખલ થાય ત્યારે બે મોબાઈલ નંબર તેમને અધિક્ષકને ફોન નંબર આપવાના રહેશે અને તેજ નંબર પર વાત કરી શકશે. આ ફોન દ્વારા બંદીવાનો ફક્ત ફોન કરી શકે. આ ફોન પર કોઈ કેદી ના ફોન આવી શકશે નહી.
 જેલ અધિક્ષક ગામડા એ વધુમાં સુવિધા અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું છે કે જેલમાં સજા ભોગવતા કેદીઓના  સગાવ્હાલા કે સ્વજનો કે તેમના વકીલ ને મળવું હોય કે વાતચીત કરવી હોય તો દૂરથી સમય કાઢીને ભાડું ખર્ચીને આવવું પડે છે અને સમય હોતો નથી,  તેથી રાજ્ય સરકારે નવી સુવિધા શરૂ કરી છે. તે મુજબ હવે જેલથી જેલના  બંદીવાન ભાઈ બહેનો પોતાના સગા સંબંધી સાથે હવે એની અંદર મુકવામાં આવેલ એસ ટી પીસીઓ દ્વારા પોતાના ખર્ચે ફોન કરી શકશે. જોકે પાકા કેદીઓ કે મોટા ગુનેગારો કેદીઓના પણ રેકોર્ડ કરવામાં આવશે. આ નવી સુવિધાઓ તેમના સગા વહાલાઓ તેમજ વખતે તેમના માટેની આ નવી સુવિધા ને આવકારી છે.
રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા
અમારી દરેક અપડેટમેળવવામાટે નીચેનાબેલ આઇકોનપર ક્લિકકરી નોટિફિકેશન ઓન કરો
Translate »
%d bloggers like this: