સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓદ્વારા કોરોલા વાઇરસ થી બચવા માટેલેવાયા સાવચેતીના પગલા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓદ્વારા કોરોલા વાઇરસ થી બચવા માટેલેવાયા સાવચેતીના પગલા

પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા મોઢા પર માસ્ક પહેરી પ્રવાસીઓનું ચેકીંગકરાઈ રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા કોરોના વાઇરસ થી બચવા માટે સાવચેતીના ભાગ રૂપે પગલા ભરાવવામાં આવ્યાછે .સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું ચેકીંગ કરતા સ્કેનર મશીન પર કામ કરતા પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા મોઢા પર માસ્ક પહેરી પ્રવાસીઓનું ચેકીંગકરાઈ રહ્યું છે .

લાખો પ્રવાસીઓનુ ચેકિંગ કરતા પોલીસ કર્મચારીઓ અસંખ્ય લોકો ના સંપર્ક મા આવતા હોય છે તેથી પ્રવાસીઓની અને પોલીસ કર્મચારીઓ ની સલામતી માટે દરેક પોલીસ કર્મચારીઓ ફરજિયાત માસ્ક પહેરીને ફરજ બજાવી રહ્યા છે .

પીએસઆઈ પાઠક ના જણાવ્યા અનુસાર હાલ પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શક હેઠળ પી.એસ.આઈ કે.કે પાઠક ના નેતૃત્વમાં સ્ટેચ્યુ ખાતે સ્કેનર મશીન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાની સાવચેતીના ભાગ રૂપે માસ્ક પહેરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી લોકો ભયભીત છે ત્યારે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ રોજના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા હોય છે માટે સ્ટેચ્યુ પ્રશાસન દ્વારા દરેક પ્રવાસીઓનું થર્મલ ચેકીંગ ચાલુ કરાયું છે ત્યારે પ્રવાસીઓનું પ્રાથમિક ચેકીંગ કરતા પોલીસ કર્મચારીઓએ પણ પોતાની સુરક્ષાના ભાગ રૂપે પોતાના ચહેરા પર માસ્ક પહેરી પ્રવાસીઓનું ચેકીંગ સિવાય પોતાની અન્ય જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: