108 નર્મદા ના કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા.

108 નર્મદા ના કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા.
નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચ એમ ત્રણ જિલ્લાના 108 ખિલખિલાટ મોબાઈલ હેલ્પ યુનિટ તેમજ 1962ના કર્મચારીઓનું સન્માન.
રાજપીપળા


108 નર્મદા ના કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ નર્મદા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કિરણ.પી. પટેલ ના હસ્તે પ્રમાણપત્રને સ્મૃતિભેટ અર્પણ કરી તેમનો સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં નર્મદા છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લાના જેવી કે ઈ એમ આર આઈ ના વિવિધ પ્રોજેક્ટ જેવા કે 108 ખિલખિલાટ મોબાઈલ હેલ્પ યુનિટ તેમજ 1962ના કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિરણ.પી.પટેલ તથા 108 પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ નર્મદા 108 એકઝીક્યુટીવ, મોડમેટ હનીફ બચુલી, છોટાઉદેપુર 108 એકઝીક્યુટીવી મહેન્દ્ર ચૌહાણ અને પ્રવીણ વસાવા તથા ભરૂચ 108 એક્ઝિક્યુટિવ અશોક મિસ્ત્રી અને એમઓયુના પ્રોજેક્ટના પીસી સચિન સુથાર હાજર રહ્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: