સાગબારા મોટા કાકરીઆંબા આગ લાગતા બે કાચા મકાનો બળીને ભસ્મીભૂત. ઘરોને બચાવવા જતાં ત્રણ જેટલા ઈસમોએ દઝયા. ત્રણે સાગબારા સરકારી હોસ્પિટલમાં ખસેડયા.   સાતબારા છાશવારે બનતી આગની ઘટના છતાં ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા નથી

સાગબારા મોટા કાકરીઆંબા આગ લાગતા બે કાચા મકાનો બળીને ભસ્મીભૂત. ઘરોને બચાવવા જતાં ત્રણ જેટલા ઈસમોએ દઝયા. ત્રણે સાગબારા સરકારી હોસ્પિટલમાં ખસેડયા.

સાતબારા છાશવારે બનતી આગની ઘટના છતાં ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા નથી.

નર્મદાના સાગબારા તાલુકામાં કાંકરિયઆંબાગામે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.આ આગમાં નાજીબેન મનજીભાઇ વસાવા અને જીતેન્દ્ર મનજીભાઇ વસાવાના કાચા ઘરો આગની લપેટમાં આવી જતા ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઇ જતા લાખોનું નુકસાન થયું હતું. ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી પરંતુ તે આગ કાબુમાં આવી ન હતી આગને કારણે લગભગ સાડા સાત લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની લેખિત જાન ગ્રામ પંચાયતે સાગબારા તાલુકા વિકાસ અધિકારીને કરી છે. સદ્નસીબે આગ લાગવાથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘરોને બચાવવા જતા ત્રણ જેટલા ઈસમોએ આગથી દઝાયા હતાં. જેને સાગબારા ખાતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ખાટલે મોટી ખોડ એ છે કે સાગબારા જેવા આદિવાસી પછાત વિસ્તારમાં અગ્નિશામક દળની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી છાશવારે બનતા આવા આગજનીના બનાવો માં ભારે નુકસાન વેઠવું પડે છે

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: