દેડીયાપાડા વૈકુંઠ ફળિયામાં જુગારના અડ્ડા પર રેડ.જુગારના સાહિત્ય સાથે ત્રણ ઈસમોની ધરપકડ

દેડીયાપાડા વૈકુંઠ ફળિયામાં જુગારના અડ્ડા પર રેડ. જુગારના સાહિત્ય સાથે ત્રણ ઈસમોની ધરપકડ.

દેડીયાપાડા વૈકુંઠ ફળિયામાં જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરતા દોડધામ મચી જવા પામી હતી જેમાં જુગારના સાહિત્ય તથા રોકડ રકમ સાથે ત્રણ ઈસમોની ધરપકડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી સંતોષભાઈ જીરમનસિંગ દેડીયાપાડા પોલીસે આરોપી સપનાબેન અજયભાઈ અમરસિંહ વસાવા (રહે, વૈકુંઠ ફડિયા )બિપેન્દભાઈ દેવજીભાઈ વસાવા ( રહે, કંકાલ, પીપલા, નીચલું ફળિયું) ગુલાબસિંગ મૂળજીભાઈ વસાવા (રહે હાટબજાર, ફળીયુ) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી સપનાબેન વૈકુંઠ ફળિયામાં આંખ ફરકના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા હોય રેડ દરમિયાન જુગારનું સાહિત્ય તથા અંગજડતી માંથી રૂ. 380 તથા આંકડા લખવા લખનારા આરોપી બિપેન્દ્રભાઈની અંગ જડતી કરતાં તેના શર્ટનાં ખીસ્સામાંથી જુદા જુદા દરનીચલણી નોટો કબજે કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: