નર્મદા ડેમ માંથી પાણી છોડાતા કરજણ કાંઠા ના છ ગામો સાવધ કરાયા

કરજણ ડેમના 6 ગેટ પાંચ મીટર પહોળા છોડાતા કરજણ ડેમમાંથી 60હજાર ક્યુસેક પાણી છોડાયું .

નર્મદા ડેમ માંથી પાણી છોડાતા કરજણ કાંઠા ના છ ગામો ને સાવધ કરાયા

રાજપીપળા તા 9

ભરૂચ અને નર્મદા ના ખેડૂતો નંઈ જીવાદોરી સમાન કરજણ ડેમ મા તબક્કાવાર કરજણ નદી મા પાણી છોડવાની ફરજ પડી હતી ડેડીયાપાડા સાગબારા ના ઉપરવાસ મા સતત ભારે વરસાદ ની આવક અને રૂડલેવલ વટાવી જતા ડેમ સત્તાવાળા ઓને તબક્કાવાર ગઇ કાલ સાંજ થઈ પાણી છોડવા ની ફરજ પડી હતી .જેમા ડેમ સત્તાવાળા ઓ ના જણાવ્યા અનુસાર ગત સાંજે 6કલાકે ચાર 4ગેટ એક મીટર પહોળા ખોલ્યા હતા ત્યારબાદ રાતે 11વાગે બે મીટર પહોળા કુલ 6ગેટ ખોલી તેમાંથી 60,000ક્યુસેક પાણી છોડવા મા આવ્યુ હતુ
જેને કારણે કરજણ નદીફરીથી ફરી બે કાંઠે વહેતી થઈ જતા કરજણ નદીમા સતત પાણી ની ભારે આવક થતા ડેમ સત્તાવાળા ઓએ આખી રાત મોનિટરીગ કર્યુ હતુ ઉપરવાસ મા પાણીની આવક વધતા કરજણ ડેમની સતત સપાટી વધીરહીં છે આજે કરજણ ડેમની સપાટી 100.73 મીટર પર પહોચી છે
હાલ કરજણ ડેમમાંથી 60000 ક્યુસેકપાણીછોડ્યુ છે .પાણી ની આવક 60000 ક્યુસેક જ્યારે જાવક 53000ક્યુસેક છે .ડેમ 70%ભરાય તો તેને વોર્નિંગ એલર્ટ સ્ટેજ પર મૂકાય છે જેને કારણે કરજણ ડેમ 72 23% ભરાતા વોર્નિંગ એલર્ટ સ્ટેજ પર મૂકાયો છે
નર્મદા ડેમ માંથી પાણી છોડાતા કરજણ કાંઠા ના છ ગામોરાજપીપળા, ભદામ , હજરપુરા , ધમાણાછા , ધાનપોર સહિત ના છ ગામોને સાવધ કરાયા છે .કરજણ ડેમના બન્ને સ્મોલ હાયડ્રોપાવર દ્વારા દૈનિક 70000યુનિટ વીજ ઉત્પાદન શરૂ કરાયુંછે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

Translate »
%d bloggers like this: