નાંદોદ તાલુકામાં જીતનગર નન્દીકેશ્વર મહાદેવ મંદિરે તથા પ્રાચીન મંદિર મણી નાગેશ્વર મહાદેવ ના મંદિરે શિવરાત્રીનો ભવ્ય મેળો ભરાયો

નાંદોદ તાલુકામાં જીતનગર નન્દીકેશ્વર મહાદેવ મંદિરે તથા પ્રાચીન મંદિર મણી નાગેશ્વર મહાદેવ ના મંદિરે શિવરાત્રીનો ભવ્ય મેળો ભરાયો.

સવારથી જ મંદિરોમાં ભક્તોની હક્ડેઠઠ ભીડ જામી ૐ નમઃ શિવાય ના નામથી શિવાલયો ગાજી ઉઠયા.

ગુજરાત હાઉસિંગ સોસાયટી રાજપીપળા માં આવતીકાલે શિવરાત્રી પર્વ ના નવા મંદિર ઉપર કળશ અને ધ્વજ આરોહણનો કાર્યક્રમ યોજાયો.

ગોરા ખાતેના શૂલપાણેશ્વર મહાદેવ ના મંદિરે તથા રાજપીપળાના શિવ મંદિરોમાં પણ મહાશિવરાત્રી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું.

નર્મદા નાંદોદ તાલુકાના જીતનગર નન્દીકેશ્વર મહાદેવના મંદિરે તથા પ્રાચીન મંદિર મણી નાગેશ્વર મહાદેવના મંદિરે મહા શિવરાત્રી નો ભવ્ય મેળો ભરાયો હતો સવારથી જ મંદિરોમાં ભક્તોની હકડેઠઠ ભીડ જામી હતી અને ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા એ ઉપરાંત ગોરા ખાતે સુલપાણેશ્વર મહાદેવના મંદિરે તથા માંગરોલ માં ધોળેશ્વર મહાદેવના મંદિરે તથા રાજપીપળાના શિવમંદિરોમાં પણ મહાશિવરાત્રી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું, જ્યારે ગુજરાત હાઉસિંગ સોસાયટી રાજપીપળા માં આવતીકાલે શિવરાત્રી પર્વ સોમનાથ મહાદેવના મંદિરે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી જેમાં સવારે આઠ થી નવ મહિમા સ્તોત્ર પાઠ કરાવાય કરવામાં આવ્યો હતો ત્યારબાદ સંગીત મને શિવ મહાપૂજા આરતી પ્રસાદ ભજન કીર્તન માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ત્યારબાદ નવા મંદિર ઉપર કળશ અને ધ્વજારોહણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આજે નાંદોદ તાલુકાના જીતનગર નન્દીકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નો ભવ્ય મેળો ભરાયો હતો. મંદિરમાં સવારે પ્રાતઃ ભષ્મ પૂજા કરાઇ હતી, ત્યાર બાદ વહેલી સવારે 6 કલાકે પ્રાંત : આરતીનો કરાઈ હતી, ત્યારબાદ સવારે 8:30 કલાકે મંદિરના પ્રાંગણમાં હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ નો પ્રારંભ કરાયો હતો સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ થઇ હતી મંદિરે થી ભગવાનને વાતે ખાતે પાલખીમાં સવારી અને વરઘોડો નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સાંજે વરઘોડાની પધરામણી કરાઈ હતી સાંજે ડાયરો અને ભજન સંધ્યા તથા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતા રાત્રી પૂજા-આરતી થશે મહહાપૂજા હતી તથા રોશની ના કાર્યક્રમો પણ યોજાયા હતા.

જ્યારે રાજપીપળા નજીક નદી કિનારે આવેલા પ્રાચીન મંદિર મણીનાગેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાયો હતો તેમાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટ્યાં હતા, તમામ મેળાઓમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: