બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે ગેરલાયક ઠરેલ ખોટા આદિવાસીઓને દૂર કરવાની માગણી કરી ગુજરાત સરકાર ની સામે સાચા આદિવાસીઓએ કર્યુ વિરોધ પ્રદર્શન નર્મદા માથી મોટી સંખ્યામાધરણા પ્રદર્શન આદિવાસીઓ જોડાયા

બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે ગેરલાયક ઠરેલ ખોટા આદિવાસીઓને દૂર કરવાની માગણી કરી ગુજરાત સરકાર ની સામે સાચા આદિવાસીઓએ કર્યુ વિરોધ પ્રદર્શન

નર્મદા માથી મોટી સંખ્યામાધરણા પ્રદર્શન આદિવાસીઓ જોડાયા

રાજપીપલા

ખોટા આદિવાસી જાતિ પ્રમાણપત્ર મેળવીને સરકારી નોકરીમાં પસંદગી પામેલાઓ દ્વારા થતા દેખાવ અને ધરણા કાર્યક્રમોનો પ્રતિ વિરોધ કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે યોજાયો હતો જેમાં તેમણે ગેરલાયક ઠરેલ ખોટા આદિવાસીઓને દૂર કરવાની માગણી કરી ધરણા પ્રદર્શન કર્યું હતું જેમા નર્મદા જિલ્લા ના આદિવાસીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી ધરણાપ્રદર્શન મા જોડાયા હતા

આ અંગે પ્રફુલ ભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે હાલ ગુજરાત સરકાર LRD ભરતી મા RBCના દબાણ મા આવી બોગસ આદિવાસી ઓ ને નોકરીઓ આપવાની શરૂઆત કરી છે જેના વિરોધ મા આદિવાસી સમાજ મા આક્રોશનો માહોલ ઉભો થયો છે.

આદિવાસી સમાજ ના વિરૂદ્ધ મા નિર્ણય લઈને ગુજરાત સરકાર ને વિધાનસભા ની 52 સીટો પર હવે કેવી રીતેચૂંટાશે તે અંગે પડકાર કર્યો હતો

આદિવાસી સમાજ ના નેતાઓ ની સામે આદિવાસી સમાજ ની ભારે નારાજગી આજે ગાંધીનગર મા જાેવા મળીહતી આદિવાસી નેતાઓ નો હુરિયો બોલવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો

આદિજાતિ કમીશ્નર – ગાંધીનગર ને મળી ને આદિવાસી સમાજે આક્રોશ વ્યકતકર્યો હતો . ગુજરાત સરકાર દબાણ મા આવી ખોટા આદિવાસી ઓ ને નોકરી આપી રહી છે જેના વિરોધ મા આદિવાસી સમાજ ના યુવાનો હવે આંદોલન ના માર્ગે જવાના નિર્ણય કર્યો છે…

આજ થી ગાંધીનગર મા ગુજરાત ની ભાજપ સરકાર ખોટા આદિવાસી સર્ટિફિકેટ રદ્દ નહિ કરે ત્યાં સુધી આદિવાસીઓએ સત્યાગ્રહ છાવણી – મા ધરણાં પ્રદર્શન ચાલું કર્યાહતા

તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: