સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતના નર્મદાના જીતનગર ની  એનસીસી એકેડેમી સૌથી મોટી એકેડમી છે

 સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતના નર્મદાના જીતનગર ની  એનસીસી એકેડેમી સૌથી મોટી એકેડમી છે,
 બીજા રાજ્યો માટે આદર્શ અને પ્રેરણારૂપ.
રાજપીપળા નજીક જીતનગર એનસીસી કેમ્પમાં સરદાર પટેલ નેશનલ એનસીસી એકેડેમી છેલ્લા ચાર વર્ષથી રાષ્ટ્રીય કક્ષાનો અનોખો ટ્રેકિંગ કેમ્પ યોજાય છે.
છેલ્લા ચાર વર્ષ થી શરૂ થયેલા સરદાર પટેલ નેશનલ એનસીસી કેમ્પ ટ્રેકિંગ કેમ્પમાં દર વર્ષે એક 1000 મળી કુલ 4000 છાત્રોએ કર્યો ટ્રેકિંગ કેમ્પ.
ચાલુ સાલે દેશભરના વિવિધ રાજ્યોના એનસીસીના 1000 કેડેટ્સે ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો.  જેમાં ગુજરાતના 200 છાત્રો કેમ્પમાં જોડાયા છે.
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે દેશભરમાં 13 લાખ થી વધુ છાત્રાઓ છે,  જે આગામી દિવસમાં 15 લાખ થઈ શકે છે.
આવતા વર્ષથી કેમ્પમાં પહેલીવાર દેશભરમાંથી કન્યા છાત્રા  પણ એકેડેમીમાં જોડાશે. જેમાં જુનિયર અને સિનિયર ગર્લ વીગ કેડેટ્સ ભાગ લેશે.
 રાજપીપળા, તા. 30
 સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ જીતનગરની એનસીસી એકેડેમી સૌથી મોટી એકેડેમી છે. જે બીજા રાજ્યો માટે આદર્શ અને પ્રેરણારૂપ બની છે. જ્યાં જીતનગર ખાતે આવેલ એનસીસી એકેડેમી કેમ્પમાં સરદાર પટેલ નેશનલ એનસીસી ટ્રેકિંગ કેમ્પ છેલ્લા ચાર વર્ષથી યોજાય છે. જેમાં દર વર્ષે વિવિધ રાજ્યોમાંથી 1000 મળી અત્યાર સુધીમાં કુલ 4000 જેટલા છાત્રો આ સાહસિક અનોખી ટ્રેકિંગ કેમ્પ નો ભાગ લઈ ચૂક્યા છે. ચાલુ વર્ષે ચોથા વર્ષના ટ્રેકિંગ કેમ્પનું ફ્લેગ ઓફ કરી પ્રથમ બેચ નો પ્રારંભ  ગુજરાત બ્રિગેડિયર અમિતકુમાર વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે અહીં થી ત્રણ દિવસ માટે 56 કિ.મી.નો ટ્રેકિંગ જંગલ અને પહાડી ઇલાકામાં કરવામાં આવે છે. આ ટ્રેકિંગ કેમ્પમાં દેશભરના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત,  દિલ્હી, એમ.પી, મહારાષ્ટ્ર, યુપી, ગોવા, રાજસ્થાન,  કર્ણાટક,  આંધ્રપ્રદેશ, તેલંગાના, છત્તીસગઢ, કેન્દ્ર શાસિત પ્રદેશ ગોવા,  પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ ના એનસીસી કેડેટ્સ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લે છે.
  જીતનગર એનસીસી એકેડેમીમાં સરદાર પટેલ નેશનલ ટ્રેકીંગ એનસીસી કેમ્પ પસંદગી પામેલ દેશભરમાંથી એનસીસી કૅડેટસ સાહસિકતાના ગુણો વિકસે, લીડરશીપ અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય. દેશના સારા જવાબદાર નાગરિક બનાવવાની તાલીમ કેમ્પ માં મળે એ માટે પસંદગી કરી જીત નગર મોકલાયા છે. એ ઉપરાંત વિવિધ રાજ્યના છાત્રો ગુજરાત દર્શન કરે, ગુજરાતનું કલ્ચર નિહાળી, વિવિધ રાજ્યોના છાત્રોની ભાષા,  રહેણીકરણી અને સંસ્કૃતિ શીખે તે મહત્વનો ઉદ્દેશ પણ રહેલો છે. આ ટ્રેકિંગ કેમ્પ સાથે સાથે રાત્રે કેમ્પ ફાયરમાં સંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન પણ કરાવવા આવે છે. જેનાથી વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અનેની સાથે કોમી એકતા અને ભાઇચારો ની ભાવના જન્મે છે, ઉપરાંત છાત્રો સહનશક્તિ, આત્મવિશ્વાસના નો ગુણોનો વિકાસ થાય છે. ઉપરાંત કુદરતને નજીકથી નિહાળવાની અને સમજવાની તક મળે છે. વનસ્પતિ અને પ્રાણી પ્રત્યેનો પ્રેમ વિકસે, જંગલોની ઓળખ પર્યાવરણની સમજ પ્રાપ્ત થાય છે.
આ છાત્રો ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ સ્વપ્ન વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ તથા નર્મદા ના જંગલો, પહાડી ઇલાકઓ પર ટ્રેકિંગ કરવાની અનોખી તક મળી છે. તબક્કાવાર આ કેમ્પમાં રાજપીપળા,  જુનારાજ ખાતે આવેલ શિબિર અને બેઝ કેમ્પમાં ઉપરાંત 60 કિમીના અંતર ટ્રેકને આવરી લેવયો છે.
 આ કેમ્પમાં રાજપીપળા,  કેવડિયા જંગલોમાં ટ્રેકિંગ ઉપરાંત નર્મદા ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે. જેમાં ફ્લાવર ઓફ વેલી,  બટરફ્લાઇ ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, એકતા ગાર્ડનની પણ મુલાકાત પણ કરાવાય છે.
છેલ્લા ચાર વરસથી આ નેશનલ ટ્રેકિંગ કેમ્પમાં અત્યાર સુધીમાં દેશભર માં થી 4000 જેટલા છાત્રોને કેમ્પનો લાભ લીધો છે. તેની પ્રેરણા લોખંડી પુરૂષ સરદાર પટેલ છે. ગુજરાતમાં સૌથી વધારે આ 80000 એનસીસી કૅડેટસ છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત નું જીતનગર એનસીસી એકેડેમી સૌથી મોટું અને પ્રોગ્રેસિવ  છે જેની પ્રેરણા અન્ય રાજ્યો લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે દેશભરમાં 13 લાખથી વધુ છાત્રો છે, જે આગામી દિવસમાં 15 લાખ થઈ શકે છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતની એનસીસી એકેડમીને વિકસાવવા અંગત રસ લઈ રહ્યા છે. જેમાં છાત્રોને વધુ સારી સુવિધા આપવાનો પ્રયાસ છે.
 છેલ્લા ચાર વર્ષથી માત્ર બોયઝ છાત્રોને જ કેમ્પનો લાભ મળતો હતો, આવતા વર્ષથી આ કેમ્પમાં પહેલીવાર દેશભરમાંથી કન્યા છાત્રા પણ આ કેમ્પમાં જોડાશે. જેના જુનિયર અને સિનિયર ગર્લ્સ વીંગ કેડેટસ  ભાગ લેશે. હાલમાં  દીવ વોટર્સસ્પોર્ટસમાં ગર્લ્સને જોડાયા છે. યુપી ટ્રેકમાં કોહિમામા પણ રોકકલાબિંગમાં ગર્લ્સ એનસીસીમાં જોડાયા છે. હવે આવતા વર્ષ થી જીતનગર ટ્રેકિંગ કેમ્પમાં જોડાશે.
એનસીસી માં જોડાવાથી છાત્રોને આર્મી, નેવી અને એરફોર્સ માં જોડાવાની તક મળે છે.
જેમાં અમે નેવી દ્વારા દરિયામાં ફ્લાઈંગ, આર્મીની ફાયરિંગ કરાવાય છે.  એનસીસી એ, બી અને સી એમ ત્રણ પ્રકારની એક્ઝામ આપ્યા પછી એનસીસી નુ સર્ટીફીકેટ મેળવનારને કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરી ઘણી ફેસિલિટી મળે છે. એ માટે ખાસ વેકેન્સી હોય છે. જે માત્ર સી સર્ટી માટે અનામત હોય છે. ઇજનેર,  મેડિકલ તેમજ સરકારી નોકરીમાં એનસીસી નું સર્ટીફીકેટ ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.એનસીસી અને કેમ્પમાં જોઈન્ટ કરવાથી છાત્રોમાં ચારિત્ર્યનું નિર્માણ થાય, દેશભક્તિનો ભાવ જાગે ,  એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ, સાહસ,  શિસ્તના ગુણોનો વિકાસ થાય છે. આ કેમ્પના માધ્યમથી સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાગૃતિ,  સમાજસેવા,  રકતદાન પ્રવૃત્તિ,  કમજોર લોકોને મદદ કરવી લોકજાગૃતિના કાર્યક્રમો ગામોમાં જઈને કરવા જેવી કામગીરી કરવાની ઉત્તમ તક મળે છે.
 રિપોર્ટ :  જ્યોતિ  જગતાપ, રાજપીપળા
Translate »
%d bloggers like this: