અખંડ ભારતના શિલ્પી  સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતા કેન્દ્રિય ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના રાજ્ય મંત્રી રામેશ્વર ટેલી

 

અખંડ ભારતના શિલ્પી  સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના
ચરણોમાં ભાવવંદના કરતા કેન્દ્રિય ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના રાજ્ય મંત્રી રામેશ્વર ટેલી
રાજ્ય મંત્રી રામેશ્વર ટેલીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત
             રાજપીપલા,તા 28
 કેન્દ્રિય ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના રાજ્ય  મંત્રી  રામેશ્વર ટેલીએ ગઇકાલે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે  સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમનો અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત  વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ  પણ નિહાળી હતી. પ્રોટોકોલ નાયબ કલેક્ટર બી.એ.અસારીએ મંત્રી ટેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્મતૃ ચિન્હ પણ એનાયત કર્યું હતું
આ પ્રસંગે  મંત્રીટેલી સાથે  મનોજ ડેકા, નિલોન સોનોવાલ,  દેવાજીત દત્તા, એસોચેમના પ્રાદેશિક નિયામક વિપુલ.બી.ગાંજીગવાર, નકુલ લાખે, પ્રોટોકોલ નાયબ કલેક્ટર બી.એ.અસારી અને  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એચ.આર.મોરે પણ જોડાયા હતા.
Translate »
%d bloggers like this: