નાંદોદ તાલુકાના ભદામ ગામના બસ સ્ટેશન પાસે આઈ-20 કાર અને મોટરસાયકલ અકસ્માતમાં ચારને ગંભીર ઇજા

નાંદોદ તાલુકાના ભદામ ગામના બસ સ્ટેશન પાસે આઈ-20 કાર અને મોટરસાયકલ અકસ્માતમાં ચારને ગંભીર ઇજા.

દોઢ વર્ષના માસૂમ બાળકનો અકસ્માત થતા કરૂણાંતિકા સર્જાઈ.
ચાલક સામે અકસ્માત મોતની ફરિયાદ નોંધાઈ.
રાજપીપળા,તા. 23
નાંદોદ તાલુકાના ભદામ ગામના બસ સ્ટેશન પાસે મોટરસાયકલ સાથે અકસ્માત નડતા 4 ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં દોઢ વર્ષના માસૂમ બાળકનું અકસ્માતમાં કરૂણ મોત થતા કરૂણાંતિકા સર્જાઈ હતી.
આ બાબતની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથક કે ફરિયાદી અશ્વિનભાઈ મહેશભાઈ વસાવા (રહે, સાધલી)એ સેજલબેન અશ્વિનભાઈ વસાવા, હેતકુમાર અશ્વિનભાઈ વસાવા (રહે, સાધલી )સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગતો અનુસાર અશ્વિનભાઈ તથા તેમના પરિવારજનો મોટરસાયકલ નંબર જીજે 06 ડીએન 5893 પર બેસીને સાધલી ગામેતહી કૃષ્ણપૂરી, રાજપાયડી મુકામે સાસરીમાં ગયા હતા. ત્યાંથી સાંજના સાધલી ગામે મોડેથી જતા હતા તે વખતે ભદામ ગામે બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા તે વખતે એ આરોપીએ પોતાની આઈ -20 કાર નંબર જીજે06ટીસી704 પુરઝડપે અને બેફિકરાઈથી હંકારી જતા સામેથી અશ્વિનભાઈ ની મોટર સાયકલને અકસ્માત કરી અશ્વિનભાઇને ઘુટણના નીચેના ભાગે ઈજા કરી હેતકુમાર અને જમણા પગે, કમરના ભાગે ઇજા પહોંચાડી તથા દોઢ વર્ષના યશકુમાર અશ્વિનકુમાર (રહે સાધલી )ને માથાના ભાગે ઇજા ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે 108 માં લાવી ખસેડતા તેને વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાતા માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે રાજપીપળા પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

Avatar

Deepak Jagtap

દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527

Read Previous

મહુવા કોળી સમાજના.સવો .સગંઠનદ્વારા તા 24/7/19 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું કોળી સમાજમાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક જાગૃતિનુ કામ કરે છે અને કોળી સમાજ પર થતા

Read Next

ગારીયાધાર મા કોળી સમાજના.સવો .સગંઠનદ્વારા તા 25/7/19 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું

Translate »
%d bloggers like this: