પંચમહાલ જિલ્લાના શહેરા નગર મા મંચ્છરો નો ઉપદ્રવ વધી જવાના કારણે તાવ મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ માં કેટલાક લોકો સપડાયા

પંચમહાલ જિલ્લાના શહેરા નગર મા મંચ્છરો નો ઉપદ્રવ વધી જવાના કારણે તાવ મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ માં કેટલાક લોકો સપડાયા.

પંચમહાલ જીલ્લા ના શહેરા નગર પાલિકા વિસ્તાર મા રસ્તાઓ ની બાજુ મા ગંદા પાણી ની ખુલ્લી ગટરો અને ગંદકી હોવા ના કારણે નગર મા મંચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવા છતાં શહેરા નગરપાલીકા મા દવા અને ફોગીંગ મસીન હોવા છતાં નગર ના અમુક વિસ્તારો મા ફોગીંગ મસીન ફેરવવા મા આવતુ હોય છે અને નગર માથી કોઈ અધિકારી પસાર થવાના હોય અને અધિકારી જે માર્ગ પરથી પસાર થવાના હોય તે માર્ગ પર દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે અને અમુક વિસ્તારો ના માર્ગો ની બે વાર સફાઈ કરાવાતી હોય છે જયારે અમુક વિસ્તાર ના માર્ગો ને તો રહીશો પાલિકા મા જાણકરે ત્યારે તે વિસ્તારો ની સફાઈ થતી હોય છે જેના કારણે નગર મા મંચ્છરો નો ઉપદ્રવ વધી રહ્યો છે

મંચ્છરો ના ઉપદ્રવ ના કારણે ઝેરી મેલેરીયા ,ડેન્ગ્યુ, તાવ જેવો રોગ ચાળો નગર મા ફેલાય તેવિ ભિતી ના પગલે નગર જનો ચીંતા મા મુકાયા છે જોકે શહેરા નગર મા તાવ અને ડેન્ગ્યુ તેમજ અન્ય વાયરલ જેવી બીમારી મા અમુક લોકો સપડાયા હતા અને સરકારી દવાખાના મા તેમજ પ્રાઇવેટ દવાખાના મા દવા લઇ ને સાજા થયા હોય તેવુ જણાય છે અને શહેરા નગર મા ડેગ્યુ ના પણ સંકા શિલ કેસ નોધાયા હતા તેવુ પણ લોકોમુખે જાણવા મળે છે તેમ છતાં પાલિકા તંત્ર ના સેનેટરી ઇસ્પેકટ્રર ને શહેરા નગર મા દવા છંટકાવ કરવા ની અને ફોગીંગ મસીન ફેરવવા ની પડી હોય તેવુ જણાતું નથી એક તરફ સરકાર સ્વચ્છતા માટે અને પ્રજા નુ આરોગ્ય સચવાય પ્રજા કોઈ પણ રોગ ચાળા મા નસપડાય તે માટે પુરતુ ધ્યાન આપવામાં આવતુ હોય છે અને પ્રજા નુ આરોગ્ય સચવાય તે માટે સ્વચ્છતા રાખવા અને દવાનો છંટકાવ કરવા માટે લાખો રૂપિયા ની ગ્રાન્ટો પાલીકા ને આપવા મા આવતિ હોય છે તેમ છતાં શહેરા પાલિકા ના સેનેટરી ઇસ્પેકટ્રર અમુક વિસ્તાર માટે ઓરમાયું વર્તન દાખવતા હોય તેવુ જણાય છે કારણ કે શહેરા નગર ના કેટલાક વિસ્તાર મા દવાનો છંટકાવ કરવામાં આવતો નથી અને ફોગીંગ મસીન પણ ફેરવવા મા આવતુ નથી.

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: