દિવ્ય ભાસ્કર ના વરિષ્ઠ પત્રકાર કાંતિ ભટ્ટનું મુંબઈના કાંદિવલીમાં 88 વર્ષ નિધન

મૂળ #ભાવનગર જિલ્લા ઝાંઝમેર ગામના વતની હતા.
પત્રકારની પાઠશાળા જેવા મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની એવા કાંતિ ભટ્ટનું મુંબઈના કાંદિવલીમાં 88 વર્ષ નિધન થયું છે.

તેઓ દિવ્યભાસ્કરના વરિષ્ઠ કટાર લેખક હતા.
6 દાયકાથી વધુ સમય ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેમણે હજારો લેખો લખ્યા..

તેઓ દિવ્યભાસ્કરના વરિષ્ઠ કટાર લેખક હતા. થોડા દિવસ પહેલા તેમણે એમનો 88મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમયે તેમણે ગરબા પણ રમ્યા હતા. 6 દાયકાથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેમણે હજારો લેખો લખ્યા અને લગભગ તમામ અખબારમાં ટોચના કટાર લેખ લખ્યા હતા. ખૂબ કામ કરવાના સંસ્કાર કાંતિ ભટ્ટને નાનપણથી જ મળેલા હતા.

તેઓ શિક્ષક અને ખેડૂત પિતાના પુત્ર હતા. તેમના પિતા હરગોવિંદદાસ શિક્ષક હોવાની સાથે કલાકાર પણ હતા. નાનાપણથી જ તેમને કળાના સંસ્કારો મળેલા હતા. નવ વર્ષની ઉંમરે તેઓ ગ્રામ પંચાયતની લાયબ્રેરી ચલાવતા હતા. સહકારી મંડળીના સેક્રેટરી પણ હતા.

મહુવામાં તેઓએ પ્રાથમિક શિક્ષણ લીધું. 1942માં તેઓએ રાયફલ ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. તેઓ 15 વર્ષની ઉંમરે મહુવાના મેગેઝીનના તંત્રી હતા. તેઓ અચાનક બીમાર પડતા ડોક્ટરોએ કહ્યું હતું કે તેઓ છ મહિના જીવશે. પણ પોતાના દ્રઢ મનોબળથી તેઓ જીવ્યા. જાતે આયુર્વેદના પુસ્તકો વાંચી પોતાની બીમારીનો ઈલાજ કર્યો અને સાજા થયા હતા. પછી તેઓ કાકા સાથે મલેશિયા ગયા. તેઓને વેપાર કરવો ગમતો ન હતો.

તેઓ 10 વર્ષ મલેશિયામાં રહ્યા. 1966માં મુંબઈ આવ્યા અને પત્રકાર તરીકેની કરિયર શરૂ કરી હતી. 84 દેશોમાં તેઓ ફરેલા છે. તેઓ માનતા કે બધા ઉપદેશ નકામા છે, કર્મ યોગ જ શ્રેષ્ઠ યોગ છે. તેઓ કહેતા કે આજે ખોટી માહિતી ખૂબ અપાઈ રહી છે, લોક પાસે સાચી માહિતી પહોંચવી જોઈએ. તેમના ઘરે રૂ. 25 લાખના પુસ્તકો છે અને પાંચ એનસાઇક્લોપીડિયા છે.

કાંતિભટ્ટનો જન્મ 15 જુલાઇ 1931માં ભાવનગરના ઝાંઝમેરમાં થયો હતો. પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમ કુંવરબેન છે.

કાંતિ ભટ્ટને ચાર ભાઇ અને ત્રણ બહેનો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાંતિ ભટ્ટ ભાવનગર મ્યુનિસિપલમાં નોકરી કરી હતી. ત્યારબાદ 10 વર્ષ મલેશિયાના પીનાંગમાં કાકા સાથે વેપારમાં જોડાયા હતા. 1977માં કેન્યામાં થોડો સમય કામ કર્યું હતું.
અંતે તેમણે 1966માં પત્રકારત્વમાં પગ મૂક્યો હતો.
1965માં પ્રથમ લગ્ન રંજનબેન સાથે કર્યા હતા. ત્યારબાદ 1977માં છૂટાછેડા આપી બીજા લગ્ન 1979માં પોતાનાથી 26 વર્ષ નાના શીલાબેન સાથે કર્યા હતા.

Translate »
%d bloggers like this: