તારક મહેતાકા ઉલટા ચશ્મા માં સોનું નું પાત્ર નિભાવશે આ યુવતી

સબ એન્ટરટેન્મેન્ટ ટીવીના લોકપ્રિય શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને દેશભરમાં લોકો પસંક કરે છે. આ શૉનો એક-એક કિરદાર તેની ભુમિકા માટે ફેમસ છે, પછી તે જેઠાલાલ હોય, આત્મારામ તુકારામ ભિડે હોય કે પછી અન્ય કોઇ. તમામ કિરદારોને લોકો પસંદ કરે છે. સાથે જ શૉમાં ટપ્પુ સેનાનો અલગ જ ચાર્મ છે.

બાળકોની આ ટપ્પુ સેનામાં એક જ છોકરી છે, જેનું નામ સોનુ છે. સોનુનું પાત્ર અત્યાર સુધી નિધિ ભાનુશાલી નિભાવતી હતી પરંતુ હવે તેનું સ્થાન પલક સિદ્ધવાની લેશે.

નિધિ ભાનુશાલીએ પોતાનું પાત્ર ઉમદા રીતે ભજવ્યું હતું પરંતુ તેના શૉ છોડવાના નિર્ણય બાદ મેકર્સ સામે સોનુના કિરદાર માટે નવો ચહેરો શોધવો એક મોટો પડકાર હતો.

શૉના મેકર્સે આ પડકારને પૂરો કરતાં પોતાની તલાશનો અંત પલક સિદ્ધવાનીના રૂપે લાવ્યો.

મીડિયા રિપોર્ટસ અનુસાર પલક અનેક શૉર્ટ ફિલ્મ અને એડવર્ટાઇઝમેન્ટમાં નજરે આવી ચુકી છે. અગાઉ તેણે કોઇપણ ટીવી શૉમાં કામ નથી કર્યુ. તેવામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે પલક નવો ચહેરો હશે.

સોનૂના કિરદાર માટે અનેક યુવતીઓના ઓડિશન લેવામાં આવ્યાં હતાં પરંતુ પલક સિદ્ધવાનીનો ચહેરો અને એક્ટિંગ શૉ મેકર્સને પસંદ આવ્યો અને તેમણે પલકના નામ પર મહોર મારી દીધી.

  1. હવે તે જોવું રહ્યું કે પલક સિદ્ધવાની સોનૂના કિરદારને કેટલો ન્યાય આપે છે અને તેની એક્ટિંગ દર્શકોને કેટલી પસંદ આવે છે.
Translate »
%d bloggers like this: