સેવાભાવી ભેખધારી અને મૂછાળી માં તરીકે અને ગરીબોના બેલી તરીકે જાણીતા સ્વ. ચંપકલાલ સુખડિયા સ્મૃતિમાં 40 મો  સર્વપિતૃ શ્રાદ્ધનું અનોખો ભોજન યજ્ઞ યોજાશે

રાજપીપળા ખાતે સેવાભાવી ભેખધારી અને મૂછાળી માં તરીકે અને ગરીબોના બેલી તરીકે જાણીતા સ્વ. ચંપકલાલ સુખડિયા સ્મૃતિમાં 40 મો  સર્વપિતૃ શ્રાદ્ધનું અનોખો ભોજન યજ્ઞ યોજાશે.

જેઓ પોતાના સ્વજનો પાછળ કાંઈ જ  કરી ન શકતા જે નામી-અનામી ગમે તે સ્થળે મૃત્યુ પામી ઓળખાયા ન હોય એવા અજાણ્યા અને બિનવારસી મૃત્યુ પામેલા જીવો પાછળ શ્રાદ્ધ કર્મ યોજાય છે.

રાજપીપળા, તા.27

રાજપીપળા ખાતે છેલ્લા 39 વર્ષ થી સ્વ. ચંપકલાલ સુખડિયા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૩૦મો સર્વ પિતૃ શ્રાદ્ધ ભોજન યજ્ઞનું અનોખું આયોજન રાજપીપડા ખાતે કરવામાં આવે છે જેમાં,

જેઓ પોતાના સ્વજનો પાછળ કાંઈ જ  કરી ન શકતા જે નામી-અનામી ગમે તે સ્થળે ભૂકંપ કે નદીઓના વહેણ માં ડૂબી, રેલ, મોટર, ગાડી કે ગમે તે અકસ્માતમાં કે કોઈ બીજી રીતે મૃત્યુ પામી ઓળખાયા ન હોય એવા અજાણ્યા અને બિનવારસી મૃત્યુ પામેલા જીવો પાછળ, તેઓ શ્રેયાર્થ વિધિપૂર્વક નદીકિનારે સરાવી મુત્યુ પામેલા પિતૃઓ નારાયણ જીવો માટે શાંતિપાઠ, ભજન કીર્તન, કરી કાગવાસ નાખી 39 માં વર્ષે સર્વ પિતૃ શ્રાદ્ધ ભાદરવા વદ અમાસને દિવસે સૌ જીવોના તૈયાર ભોજન યજ્ઞમાં યોજવામાં આવેલ છે. જેમાં ગરીબ ગબડા, વિકલાંગો અશકતો, મહેનત તેમજ માગી ન શકતા હોય તેવા મધ્યમવર્ગના શાળા આશ્રમવાસી,  વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, દવાખાના દર્દીઓ, એવા અનેક સાથે પ્રગતિ બેસી સાથે નાત-જાતના ભેદભાવ વગર આ યજ્ઞમાં જોડાશે.

રાજપીપળાના વિરલ કલરમાં ઋષિના ચંપકકાકા માનતા હતા કે જમવા પધારો વિવિધ સ્વરૂપમાં સાક્ષાત પ્રભુ જમવા વધારે છે તેમની સ્મૃતિમાં તા. 28 /9 /2019 સુધી રોજ ઇષ્ટદેવને,  સ્વજનો,  તેમજ નામી અનામી પરલોક વાસીઓ ના આત્માને ચિરશાંતિ મળે એ માટે પ્રાર્થના કરશે. જેમાં શાંતિપાઠ સવારે 10 થી 11 કલાકે,  કાગવડ 11 કલાકે ભોજન યજ્ઞ11:30 થી 3 વાગ્યા સુધી તા. 28/ 9 /2019 ના રોજ રાજપીપળા રાજપુત ની વાડીમાં આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ડોક્યુમેન્ટમેન્ટરી ફિલ્મવિજેતા અને  ફિલ્મ મેકર માનવતાનો દીપ નામની ફિલ્મ ચંપકસુખડીયાના જીવન કવન પર પોતના ખર્ચે બનાવેલી જે ખૂબ પ્રેરણાદાયિઅને લોકપ્રિય બની હતી .

અમારા વોટ્સએપ ગ્રુપ માં જોઈન થવા માટે અહીં ક્લિક કરો

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: