કેવડીયા માં નર્મદાની મુખ્ય કેનાલ પાસે યુવતીનો મૃતદેહ મળી આવતા ચકાચાર

 

કેવડીયા માં નર્મદાની મુખ્ય કેનાલ પાસે યુવતીનો મૃતદેહ મળી આવતા ચકાચાર
 હત્યા કે આત્મહત્યા નું ઘૂંટાતું રહસ્ય !પીએમ રીપોર્ટની જોવાતી રાહ
 રાજપીપલા તા 16
 નર્મદા કેવડિયા કોલોની નજીક મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ પાસેથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ આત્મહત્યા આત્મહત્યા છે કે હત્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. કોઈ એ મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો જોકે આ રહસ્ય હજી પણ અકબંધ જ છે મારનાર યુવતી  આજુબાજુના નજીક ના કોઈ ગામની હોવાનું,  અનુમાન લગાવાઈ રહ્યું છે
 પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા નજીક ભુમલિયા ગામ મુખ્ય કેનાલથી સમશેરપુરા જતા નાનપુર નીચે કેનાલ ની અંદર પાણી માં એક યુવતીનો મૃતદેહ પાણીમાં તરતો દેખાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. તેમને ગરુડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી,  વાળી ગામ ના લોકો એ કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. જોકે આ યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરી મૃતદેહ કેનાલમાં નાખી દેવાયો છે તેનું રહસ્ય હજી પણ અકબંધ રહ્યું છે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી દેવાયો છે. પીએમ રિપોર્ટ બાબતે મોતનું સાચુ કારણ જાણવા મળે તેવી વકી છે.
Translate »
%d bloggers like this: