BREAKING Chhota Udaipur Government Gujarat Jetpur pavi

મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલને શૈક્ષણિક સમસ્યા મુદ્દે આવેદન આપ્યુ

છોટાઉદેપુર ના મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલને શૈક્ષણિક સમસ્યા મુદ્દે આવેદન આપ્યુ

શહેર થી દુર ના વિસ્તાર મા વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલયની કરી માંગ
અમારા વિસ્તારના 17 લાખ લોકો આ લાભથી વંચિત છે.

રાજપીપળા તા 27

ગુજરાત ભાજપની છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને આખા ગુજરાતમાં ભાજપ માંથી પ્રથમ આદિવાસી મહિલા સાંસદબન્યા પછી પોતાના મત વિસ્તાર ના પ્રશ્નો નંઈ સચોટ રજૂઆત કરી રહયા છે .ગીતાબેન રાઠવાએ પોતાના મતવિસ્તારની શૈક્ષણિક સમસ્યા મુદ્દે તાજેતરમાં જ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલને રજુઆત કરી હતી.

ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે અમારો વિસ્તાર શહેરી વિસ્તારથી ઘણો દૂર છે,જો આ વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના થાય તો બાળકોને સારું શિક્ષણ મળી શકે.મોદી સરકાર શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી છે પરંતુ અમારા વિસ્તારના 17 લાખ લોકો આ લાભથી વંચિત છે.આ વિસ્તારના આદિવાસી બાળકોને સારું શિક્ષણ આપવા એમના માતા-પિતાને ભૂખ ઉપડી છે,જેથી સારી સ્કૂલોની માંગ વધી છે.ખાનગી સ્કૂલોની ફી ભરી શકે એવી આદિવાસીઓની સ્થિતિ ન હોવાથી કેન્દ્રીય વિદ્યાલય અતિ આવશ્યક છે.આદિવાસીઓ ભણી ગણીને આગળ વધે અને નવા ભારત સાથે ગુજરાત પણ જોડાઈ શકે એ માટે કેન્દ્રીય વિદ્યાલય ખોલવા મંજૂરી મળે એવી માંગ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર મતવિસ્તાર માંથી ચૂંટાયેલા મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ પોતે ચૂંટાયા બાદ તુરંત પોતાના મત વિસ્તારના વિકાસ માટે મહત્વની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે.જો આ તમામ માંગણીઓ જો સંતોષાય તો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારની કાયાપલટ જરૂર થશે અને એનો શ્રેય ગીતાબેન રાઠવાને જ જશે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Deepak Jagtap
દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527
https://livecrimenews.com/