મોટીકુકાવાવ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના હિંડોળા દર્શન યોજાયા

 

મોટીકુકાવાવ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના હિંડોળા દર્શન યોજાયા 

અમરેલી જિલ્લાના મોટીકુકાવાવ ગામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ માં હિન્દુ ધર્મમાં પવિત્ર એવા શ્રાવણ માસના પવિત્ર દિવસ માં આરતી તેમજ ઘનશ્યામ મહારાજના હિંડોળા ના દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મા જોડીને ભક્તિ ના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર છે હિંડોળા પર્વ દરમિયાન પ્રભુની નજીક આવવાની તક સાંપડે છે અયોધ્યામાં આ દિવસો “ઝુલા ઉત્સવ” તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ગુજરાતમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ મંદિરોમાં આ દિવસ “હિંડોળા ઉત્સવ” તરીકે ઉજવવામાં આવેછે અને આ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાએ ખુબજ બહોળી સંખ્યામાં આ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતીમંદિરોમાં વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન થતા હોય છે જે અંતર્ગત રક્ષાબંધનના દિવસે રાખડી ના હિંડોળા દર્શન થતા હોય છે ગુલાબના ફૂલ થી માંડીને સુકામેવા,ઈલાયચી,લીલી ખારેક, શાકભાજી ના હિંડોળા,કાચના હિંડોળા,વેલ્વેટ જરીની ઘટા ના હિંડોળા,ચુંદડી ના હિંડોળા, પવિત્રાના હિંડોળા,કેવડા ના હિંડોળા,મોતી ના હિંડોળા ના દર્શન મંદિરોમાં કરાવવામાં આવતા હોય છે અને શ્રદ્ધાળુઓ આ હિંડોળાના દર્શનનો ભાવ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક લાભ લઈ ધન્યતા ઓ અનુભવતા હોય છે

તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ધુન ભજન કીર્તન નો કાર્યક્રમ પણ સાથે સાથે રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ધુન ભજન કિર્તન ની રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું

તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી દર્શનાર્થે આવેલા દરેક ભક્તો માટે પ્રસાદી ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

રિપોર્ટર:- યોગેશ કાનાાબાર અમરેલી

 

Translate »
%d bloggers like this: