મોરબીની પેઢીએ કરી ૧૩૦ કરોડના ટેક્સની ચોરી, ચાર શખ્સોની સામે નોંધાઈ ફરિયાદ

મોરબીની પેઢીએ કરી ૧૩૦ કરોડના ટેક્સની ચોરી, ચાર શખ્સોની સામે નોંધાઈ ફરિયાદ

મોરબી વાંકાનેર વચ્ચે આવેલ નેશનલ હાઇવે ઉપર સીરામીક પ્લાઝામાં શોપ નં .૧૩ ક્યોરી ઓરેમીન લીમીટેડ નામની કોલ (કોલસા) ની પેઢી શરૂ કરવામાં આવી હતી અને તેના મધ્યમથી કોલનો ખરીદ અને વેચાણનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો જેથી કરીને આરોપીઓએ વેટ અને કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી કરવી હતી જો કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ટેક્સની જે રકમ જમા કરાવવાની થાય છે તે છેલ્લા નવ વર્ષથી સરકારી તિજોરીમાં જમા કરાવેલ નથી જેથી કરીને ૧૩૦ કરોડની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાની હાલમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના છાત્રાલય રોડ નવા સબસ્ટેશન પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા પુજાબેન ચંદુલાલ વૈશ્નાની (ઉ.૨૯) દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેક્સ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેમણે લખાવ્યું છે કે, ચાર શખ્સો દ્વારા વેટ કાયદા હેઠળના નોંધણી નંબર ૨૪૦૯૨૦૦૬૦૧૨ અને કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી નંબર ૨૪૫૯૨૦૦૬૦૧૨ થી મોરબી વાંકાનેર વચ્ચે આવેલ નેશનલ હાઇવે ઉપર સીરામીક પ્લાઝામાં શોપ નં .૧૩ માં ક્યોરી ઓરેમીન લીમીટેડ નામની કોલ ( કોલસા )ની પેઢી શરૂ કરેલ હતી અને કોલનો ખરીદ-વેચાણનો વ્યવસાય કરતા હતા અને આરોપીઓએ આ વ્યવસાયથી સરકારને ભરવાનો થતો સી.એસ.ટી. તથા વેટ વેરો વર્ષ ૨૦૦૯/૧૦ થી વર્ષ ૨૦૧૬/૧૭ સુધીનો કુલ રૂપિયા ૧૩૦,૩૮,૭૮,૯૮૪ ભરેલ નથી અને સી.એસ.ટી. તથા વેટ વેરો ન ભરીને સરકારની સાથે છેતરપીંડી તથા વિશ્વાસધાત કરેલ છે

મોરબી વેટ અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદના આધારે પોલીસે ઇસુ વી.એસ.નારંગ રહે ૪૧૧ માયહાઉસ નવદ્વીપ વાયુબ્લોક માધાપુર હૈદરાબાદ, ચંદુલાલ હરજીભાઇ પટેલ રહે, ૨૦૨ પંચરત્ન એપાર્ટમેન્ટ તીલક રોડ હૈદરાબાદ, રૂદ્રરાજુ શ્રીનીવાસ શાહ રહે, પ્લોટ નં .૯ રોડ નં .૯ જ્યુબીલી હીલ્સ હૈદરાબાદ અને યુનુશ જીઆઉલા સેરીફ રહે, અલબારકા ગોલ્ડન એક્લેવ એરપોર્ટ રોડ બેંગલોર ( કર્ણાટકા ) વાળાની સામે હાલમાં પોલીસે આઇપીસી ૪૦૬, ૪૨૦ તથા ગુજરાત મુલ્ય વર્ધી વેરા અધિનયમ -૨૦૦૩ની કલમ ૮૫ (૧) ડી, જી મુજબ ગુનો નોંધાયો છે અને આ કેસની તપાસ હાલમાં મોરબી સીટી બી ડીવીઝનના પીએસઆઈ આર.બી.ટાપરીયા કરી રહ્યા છે

Translate »
%d bloggers like this: