મોરબી મંદિરમાથી અંદાજે અઢી લાખની કિંમતના આભૂષણોની ચોરી

મોરબી મંદિરમાથી અંદાજે અઢી લાખની કિંમતના આભૂષણોની ચોરી

મોરબી જિલ્લામાં જાણે કે તસ્કરો માટે મંદિર મોકળા મેદાન હોય તેમ એક પછી એક મંદિરની અંદર ચોરીની ઘટનાઓ સામે આવવા લાગી છે ટંકારા પંથકની અંદર આવતા ત્રણ મંદિરોને નિશાન બનાવ્યા હતા અને ચોરી કરવામાં આવી હતી ત્યાર બાદ હવે મોરબી તાલુકામાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે સ્વામિનારાયણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સ્વામીજી સહિતના લોકોને તેના રૂમમાં પૂરી દીધા બાદ તસ્કર દ્વારા અમેરિકન ડાયમંડના અંદાજે અઢી લાખની કિંમતના આભૂષણો તેમજ રોકડ રકમ ચોરી કરવામાં આવેલ છે જો કે, ફરિયાદમાં કુલ મુદામાલ ૬૨ હજારનો દર્શાવવામાં આવ્યો છે

મોરબીમાં હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે સ્વામી નારાયણ મંદિરની અંદર તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિરની અંદર પ્રવેશ કર્યા બાદ મંદિરમાંથી દાનપેટી તોડીને રોકડા રૂપિયા તેમજ અમેરિકન ડાયમંડના કિંમતી આભૂષણોની ચોરી કરવામાં આવેલ છે જેની હાલમાં સતિષભાઈ હરિલાલ જાકાસણીયા રહે, મકનસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

આ મંદિરના સ્વામીજી નિર્ભયજીવન સ્વામિ પાસેથી મળેલી માહિતી મુજબ ચોરી કરવા માટે આવેલા શખ્સ દ્વારા સ્વામીજી તેમજ મંદિરમાં રહેતા સેવક અને રસોઈયા સહિતના તમામના રૂમોને બહારથી બંધ કરી દીધા હતા ત્યાર બાદ મંદિરની અંદર મુર્તિ ઉપર અમેરિકન ડાયમંડના ઇમિટેશન વાળા ૧૫થી ૨૦ જેટલા જુદા જુદા આભૂષણો મૂકવામાં આવતા હોય છે જેની કિંમત અંદાજે અઢી લાખથી વધુની થાય છે તેની ચોરી કરવામાં આવી છે આ આભૂષણોની કિંમત પોલીસ ફરિયાદમાં માત્ર ૫૫ હજાર રૂપિયા જ ગણવામાં આવી છે અને રોકડા સાત હજાર રૂપિયા એમ કુલ મળીને ૬૨ હજાર રૂપિયાના મુદ્દામાલ તસ્કર ચોરી ગયેલ છે

હાલમાં મોરબી તાલુકા પોલીસે ચોરીના આ બનાવની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને મંદિરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા દિવસોથીબંધ હોવાના લીધે હાલમાં પોલીસને આરોપી સુધી પહોચવા માટેની કોઈ નક્કર કડી મળી નથી જો કે, જુદીજુદી દિશામાં તપાસ ચાલી રહી છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા દિવસોની અંદર ટંકારા તાલુકામાં ત્રણ મંદિરોમાં ચોરી થયેલ છે અને મોરબી તાલુકાના પ્રથમ મંદિરની અંદર ચોરી થયેલો બનાવ સામે આવ્યો છે ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઊભા થવા લાગ્યા છે

Translate »
%d bloggers like this: