મોરબી જીલ્લાના માળીયા(મી.) પો.સ્ટે.ના ધમકીના ગુનામાં છેલ્લા ત્રણ (૩)વર્ષ થી નાસતા-ફરતા આરોપીને વડોદરા રૂરલના શીનોર ખાતેથી પકડી પાડતી

નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના હેઙકોન્સ. મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર નાઓએ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બીભત્સ ગાળો તથા ધમકી આપવાના ગુનામાં ગુનો બન્યા બાદથી એટલેકે છેલ્લા ત્રણ(૩) વર્ષથી નાસતા-ફરતા આરોપી

ભુપતભાઇ સવાભાઇ ઠાકોર રહે.મુળ ઝીંઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગ હાલ- કુકસ ગામ તા.શીનોર જી.વડોદરા વાળાને શીનોર ગામેથી ધોરણસર અટક કરી શીનોર પો.સ્ટે. ખાતે સોંપી આપેલ અને આ બાબતેની માળીયા(મી.) પો.સ્ટે.ને જાણ કરી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: