મોરબીના મકનસર પાસે આઇસર અજાણ્યા વાહનની સાથે અથડાતાં અમદાવાદ યુવાનનું મોત

મોરબીના મકનસર પાસે આઇસર અજાણ્યા વાહનની સાથે અથડાતાં અમદાવાદ યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસેથી પોતાનું આઇસર લઈને પસાર થઈ રહેલા યુવાનનું આઇસર આગળના વાહનની સાથે અથડાયું હતું જેથી કરીને યુવાનને ગંભીર રીતે ઇજા થઇ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે ફરીયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદના સરખેજ વિસ્તારની અંદર રહેતા ફિરોજભાઈ દિલાવરખાન પઠાણ નામનો યુવાન પોતાનું આઇસર નંબર જીજે ૨૩ વી ૮૨૫૪ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓનું આઇસર આગળ જઈ રહેલા વાહનની સાથે અથડાયું હતું જેથી કરીને ફિરોજભાઈને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવમાં હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતક યુવાનના પિતા દિલાવરખાન બચુભાઈ પઠાણ (ઉમર ૫૬) રહે સરખેજ અમદાવાદ વાળાની ફરિયાદ લઈને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

Translate »
%d bloggers like this: