મો૨બીમાં પરિણીતાના આપઘાત કેસમાં એક આરોપીના કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
મો૨બીમાં પરિણીતાના આપઘાત કેસમાં એક આરોપીના કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
મોરબી સીટી બી ડીવી પોલીસમાં ફરીયાદી એ ફરીયાદ કરેલ કે તેમની દીકરીને આરોપીઓએ રસોઈ કામ તેમજ કરીયાવર બાબતે અવારનવાર દુઃખ ત્રાસ આપીને મહેણા ટોણા મારી તેમની દીકરીને મરવા મજબુર કરતા તા.૨૪ ના રોજ મરણજનારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બાબતની ફરીયાદી થઇ હોય એ ગળેફાંસો ખાઈને આપઘાત કરવાના બનાવમાં મોરબી સીટી બી ડીવીજન પોલીસે કુલ ૩ આરોપીઓની ધરપકડ કરેલ હતી અને એક મહીલા આરોપીની ધરપકડ થયેલ ન હતી. આ કામે ધરપકડ ન થયેલ મહીલા આરોપીએ મોરબીના યુવા એડવોકેટ જીતેન અગેચાણીયાને રોકીને આગોતરા જામીન મેળવવા અરજી કરેલ આ મહીલા આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે, હાલની સમગ્ર ફરીયાદ ધ્યાને લેવામાં આવે તો આ કામના મરણજનારને કયારેય કોઈ જાતની શારીરીક અને માનસીક ત્રાસ આપેલ હોવાનુ બનેલ નથી. કારણ કે આરોપી અલગ રહેતા હોય તેઓનુ ઘર અલગ હોય તેમજ ૯ માસનો હાલ ગર્ભ હોય અને તેઓ કયાય હાલમાં હરીફરી શકી એવી પરીસ્થીતીમાં ના હોય તેમજ આરોપી દ્વારા તેણીને આપઘાત કરવો પડે તેવા કોઈ સંજોગો ઉપસ્થિત કરવામાં આવેલ હોય કે તેણીને મૃત્યુ માટે ઉશ્કેરણી કરવામાં આવેલ હોય તેવુ પણ માની શકાય તેમ નથી તેમજ આરોપી મોરબી મુકામે વર્ષોથી રહે છે. કયાંય નાશી કે ભાગી જાય તેમ નથી. તેમજ ગુજરાત હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પ્રસ્થાપીત કરેલ.તેમજ નામ.કોર્ટ ફ૨માવશે તે તમામ શરતોનું ચુસ્ત પણે પાલન ક૨શું વિગેરે ધારદાર કાયદાકીય દલીલો કરેલ.બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ.કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલોને માન્ય રાખીને આરોપીને રૂા.૨૫,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા. જીતેન ડી.અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા.