દેવુ વધી જતા ચકમપર ગામે રહેતો યુવાન મુંબઇ ભાગી ગયો

દેવુ વધી જતા ચકમપર ગામે રહેતો યુવાન મુંબઇ ભાગી ગયો

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતો પટેલ યુવાન ઘરે કંઈ પણ કહ્યા વગર ગુમ થઈ ગયો હતો જે પરત આવી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

મોરબીના ચકમપર ગામેથી ગત તા.૩-૧ ના રોજ વહેલી સવારે પાંચેક વાગ્યે ચિરાગભાઈ ભાણજીભાઈ કાલરીયા જાતે પટેલ (ઉંમર ૨૭) નામનો પટેલ યુવાન કોઈને કંઈ પણ કહ્યા વગર તેનું બાઇક લઇને નીકળી ગયો હતો.ચિરાગના પિતાનું અવસાન થયેલ અને હાલ તે તેની માતા અને પત્ની સાથે રહીને ગામમાં કરીયાણાની દુકાન ચલાવે છે દરમિયાનમાં કોઈ કારણોસર ચિરાગ કાલરીયા ગુમ થઈ ગયેલ હોય અને પરિવાર કારણથી અજાણ હોય પોલીસને તેના કૈાટુંબીક ભાઈ મણિલાલ કરશન કાલરીયાએ જાણ કરી હોય તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા તપાસ ચલાવી રહ્યા હતા.દરમ્યાનમાં તપાસમાં ખૂલ્યું હતું કે ગુમ થયેલ ચિરાગ કાલરીયાને દેવું વધી ગયું હોય અને દેવું ભરપાઈ કરવા માટે હાલમાં પૈસા ન હોય માનસિક ટેન્શન આવી ગયો હતો અને માનસિક ટેન્શન દૂર કરવા માટે તે પોતાનું ઘર છોડીને મુંબઈ ફરવા માટે જતો રહ્યો હતો અને પોતાની મેળે તે પરત આવ્યો હોય પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

ગુમ થયેલ યુવતી મળી આવી

મોરબીના વાવડી રોડ ઉપર મિલન સોસાયટીમાં શેરી નંબર ૩ માં રહેતા અમીનાબેનના મકાનમાં રહેતા રાજુભાઈ ચકુભાઈ પેથાણી જાતે રાવળદેવ (ઉંમર ૪૮) ની ૧૯ વર્ષીય પુત્રી બબુબેન ગત તા.૨૦-૮ ના સવારે સાત વાગ્યે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર જતી રહી હતી. બબુબેન પેથાણી ઘરેથી શનાળા રોડ ઉપર આવેલ સોલાર કલોકમાં કામે જવા નીકળ્યા બાદથી ગુમ થઇ ગયા હતા. જે અંગે રાજુભાઈ પેથાણીએ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી દરમ્યાનમાં ગઈકાલે તા.૯-૧ ના રોજ ગુમ થયેલ બબુબેન પેથાણી પોતાની મેળે ઘરે આવી ગયા હતા જેથી કરીને તપાસ અધીકારી એચ.એમ.ચાવડાએ બનાવની નોંધ કરી હતી.પોલીસ તપાસમાં ખુલ્યુ હતું કે ગુમ થયેલા બબુબેનને વાવડી ગામે રહેતા ઈસ્માઈલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હોય અને હાલ તે તેની સાથે જ રહેવા ઈચ્છતી હોય ઇસ્માઇલની સાથે રહેવા મોકલી આપવામાં આવ્યા હતા.તેમ પોલીસે માહિતી આપતા જણાવ્યું છે.

Translate »
%d bloggers like this: