મોરબીના કાલીકાપ્લોટમાં ઘર પાસેથી બાઈક ચલાવવા બાબતે થયેલ અથડામણમાં વધુ ત્રણની ધરપકડ

મોરબીના કાલીકાપ્લોટમાં ઘર પાસેથી બાઈક ચલાવવા બાબતે થયેલ અથડામણમાં વધુ ત્રણની ધરપકડ

મોરબીના ખાટકીવાલમાં થયેલ ફાયરીંગ અને ડબલ મર્ડરની સાહી હજુ સુકાઇ ન હતી ત્યાં જ શહેરના કાલીકા પ્લોટ વિસ્તારમાં ઘર પાસેથી બાઈક લઈને નીકળવા બાબતે બે માથાભારે જૂથ વચ્ચે બોલાચાલી ઉગ્ર ઝઘડો થયો હતો અને ધારિયા-કુહાડી સહિતના હથિયારો સાથે વિસ્તારમાં ધબધબાટી બાદ બંને પક્ષેથી ફરીયાદો નોંધાવવામાં આવેલી હોય અગાઉ પોલીસે ચારની ધરપકડ કરી હતી અને ગઇકાલે વધુ ત્રણની ધરપકડ કરી હોવાનું મળેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કાલીકા પ્લોટમાં રહેતા ડેનિસ કિશોરભાઈ કથરેચા જાતે મિસ્ત્રી (ઉમર ૨૦) નામના યુવાને રમીઝ ઉર્ફે ટકો, જાવેદ ઉર્ફે મીટર, દાઉદ ઉર્ફે દાવલો, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા અને ફરદીન દાઉદ પલેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમા જણાવ્યું હતુ કે, “જલાલચોકમાંથી નીકળવુ નહી” તેમ કહીને ગાળો આપીને ધારીયા અને કુહાડી સાથે આવીને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષેથી રેશ્માબેન રહીમભાઈ ચાનીયા જાતે સંધિ (ઉંમર ૨૭) રહે.કાલીકા પ્લોટ એ ત્યાં જ રહેતા ડેનીસ મિસ્ત્રી, અક્ષય મિસ્ત્રી અને રોહિત બાવાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, ઓવર સ્પીડમાં બાઇક લઇને શેરીમાંથી નીકળતા હોય તેઓને સમજાવવા જતાં ધમકી આપવા લાગ્યા હતા..! સામસામી ફરીયાદોની તપાસ બાદ મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષોના કુલ મળીને ચારની અગાઉ ધરપકડ કરેલ હતી જેમા રહીમ ઉર્ફે ટકો વલીમામદ વીરમાણી રહે.સાયન્ટિફિક રોડ મસ્તાન ચિકન સામે કાલીકા પ્લોટ તેમજ જાહિદ અલીભાઈ પલેજા રહે. કાલીકા પ્લોટ મસ્જિદ વાળી શેરીને તેમજ સામેનાં પક્ષનાં ડેનિસ કિશોરભાઇ મિસ્ત્રી અને અક્ષય કીશોરભાઈ મિસ્ત્રી રહે.બંને કાલીકા પ્લોટ પવનસુત પાનવાળી શેરી નામના ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવેલ હતી જયારે ગઇકાલે પોલીસે વધુ ત્રણની ધરપકડ કરી છે જેમા દાઉદભાઈ ઉર્ફે દાવલો મામદભાઈ પલેજા (૩૮) રહે.કાલીકા પ્લોટ શેરી નંબર પ, ફરદીનભાઈ દાઉદભાઈ ઉર્ફે દાવલો મામદભાઈ પલેજા (૧૯) રહે.કાલીકા પ્લોટ શેરી નંબર-૫ અને અલીભાઈ મામદભાઈ પલેજા (૩૨) રહે.મોરબી કાલીકા પ્લોટ જુમાં મંજીદ પાસે નામમા ત્રણની ધરપકડ કરેલ છે.

મજુર યુવાનનું મોત
મોરબીના વાંકાનેરમાં ઢુવા પાસે મિલેનિયમ સીરામીકમાં રહીને ત્યાં જ લેબર કવાટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કાળુભાઈ મનાભાઈ નાલવયા (ઉંમર ૪૫) નામનો યુવાન તેની ઓરડીમાં સૂતો હતો દરમિયાન બેભાન હાલતમાં જ તેનું મોત નિપજ્યુ હતું.જેથી મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અહીં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આગળ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી

Translate »
%d bloggers like this: