અરવલ્લી:મોડાસા ખાતે ડો રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ખાતે કોવીડ 19 વિભાગમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રિલ યોજાયો.

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ડો રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પીટલ ખાતે કોવીડ 19 વિભાગમાં સિવિલ સર્જન અરવલ્લી ડો એન એમ શાહ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી નું મોકડ્રિલ યોજાયું હતું હાલમાં એક મહિના પહેલા બે ત્રણ હોસ્પિટલ માં આગ ના બનાવો બન્યા હતા ત્યારે આવા આગ ના બનાવો બીજી કોઈ હોસ્પીટલ કે અન્ય જગ્યાએ ના બને તે હેતુ થી રાજ્યની તમામ કોવીડ 19 હોસ્પિટલ માં મોકડ્રિલ યોજવાના આદેશો છે ત્યારે મોડાસા માં ફાયર સેફટી અંગે મોકડ્રિલ યોજી સેફ્ટી માટે જરૂરી માર્ગદર્શન અપાવામાં આવ્યું હતું જેમાં આ માર્ગદર્શન માં નોડલ ઓફિસર કોવીડ 19, મોડાસા મામલતદાર, મોડાસા ટાઉન પીએસઆઇ તથા કર્મચારી, ઓફિસ સુપ્રીટેન્ડેટ, ફાયર સેફ્ટી નોડલ ઓફિસર, નગર પાલિકા ફાયર ફાયટર કર્મચારી,કોવીડ 19 ના ડોકટરો, તેમજ કોવીડ હોસ્પિટલ નો સ્ટાફ હાજર રહ્યો હતો.

Translate »
%d bloggers like this: