Bhavnagar BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK

સીએસએમસીઆરઆઈની મોબાઈલ જળ શુદ્ધિકરણ બસ આપત્તિ વ્યવસ્થાપન હેતુ ઓડિશા પહોંચી

સીએસએમસીઆરઆઈની મોબાઈલ જળ શુદ્ધિકરણ બસ આપત્તિ વ્યવસ્થાપન હેતુ ઓડિશા પહોંચી

સીએસઆઈઆર નવી દિલ્હીની ભાવનગર સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા – સીએસએમસીઆરઆઈ દ્વારા વિકસિત અનોખી મોબાઈલ જળ શુદ્ધિકરણ બસ ઓડિશામાં ‘ફાની’ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી અને પ્રભાવિત ગામડાંઓમાં પોતાનું અભિયાન શરૂ કરી ચૂકી છે, જેથી લોકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડી શકાય. આ બસ કોઈપણ પ્રકારના ગંદા પાણીને શુદ્ધ કરી શકે છે.

આ જળ શુદ્ધિકરણ એકમ વિવિધ ઉપકરણોથી સુસજ્જિત છે, જેમા આરઓ, ઈડી અને યૂએફ જેવા પાણીને શુદ્ધ કરનારા એકમોનો સમાવેશ થાય છે. આ એકમો બસમાં જ સ્થાપિત હોવાને કારણે આ હરતુ-ફરતુ એકમ આખા ભારતમાં ફરીને આવશ્યકતા અનુસાર લોકોને સુરક્ષિત પીવાનું ઉપલબ્ધ કરાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ મોબાઈલ યૂનિટ દ્વારા લગભગ 40-50 હજાર લીટર શુદ્ધ અને પીવાલાયક પાણી પ્રતિદિન પુરું પાડી શકાય છે. આ એકમને ચલાવવા માટે જરૂરી વીજળી બસના એન્જીનથી જ પ્રાપ્ત થઈ જાય છે

L

સંસ્થાના નિદેશક ડૉ. અમિતાવ દાસે જણાવ્યું કે આ બસ પહેલા પણ આલિયા વાવાઝોડા, હિમાલયી સુનામી, લાતૂરનો દુકાળ, ચેન્નાઈ, કેરળમાં પૂર જેવી દુર્ભાગ્યપૂર્ણ પ્રાકૃતિક આપત્તિઓ દરમિયાન સંબંધિત રાજ્યોમાં પહોંચી સફળતાપૂર્વક સુરક્ષિત પેયજળ પુરું પાડવા માટે મદદરૂપ થઈ છે.

Pd Dabhi
Pd Dabhi Ceo :- LIVE CRIME NEWS pddabhitalaja@gmail.com 9714577186
https://livecrimenews.com