ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા GEB ના પ્રશ્નો ની રજુવાત ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલને કરવામાં આવી

ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા GEB ના પ્રશ્નો ની રજુવાત ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલને કરવામાં આવી

તળાજાના ધારાસભ્‍ય કનુભાઈ બારૈયા દ્વારા વિધાનસભામાં તળાજાના ત્રણેય સબ ડીવીઝનોના જીઈબીના પ્રશ્ને ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલને પ્રશ્ન દ્વારા રજૂઆત કરી હતી. વીજળીના પ્રશ્નો જેવા કે, જૂના વીજવાયર બદલવા, વારંવાર ટીસી ફેઈલ થવા, વારંવાર વીજ કનેકશનમાં ફોલ્‍ટ થવા, રીપેરીંગ કામમાં ખૂબ જ વિલંબ કરવો, અપૂરતા સ્‍ટાફની પૂર્તતા કરવી વગેરે બાબતોએ પ્રશ્ન કર્યા હતા. વળી, શ્રી બારૈયા દ્વારા તળાજા ખાતે નવા ડીવીઝનની પણ માંગણી કરવામાં આવેલ. શ્રી બારૈયાએ ઉઠાવેલ વીજળીના વિવિધ પ્રશ્નો અંગે તાત્‍કાલિક જરૂરી પગલાં લેવા અને તળાજાના નાગરિકોના વીજળીના પ્રશ્નો ઉકેલવાની ખાતરી ઉર્જા મંત્રીશ્રીએ આપી હતી.

આપની આસપાસ બનતા દરેક ન્યુઝ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને લાઈવ અપડેટ ન્યુઝ મેળવો તમારા મોબાઈલ પર

Translate »
%d bloggers like this: