શહેરા નગરના લુહાર ફળીયા વિસ્તાર માં આવેલી કનૈયા ડેરીમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

શહેરા નગરના લુહાર ફળીયા વિસ્તાર માં આવેલી કનૈયા ડેરીમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

શહેર ના નગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગને ડેરી ની બાતમી મળતા ફૂડ સેફ્ટી વિભાગએ
કાર્યવાહી કરીને આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

શહેરા નગરના લુહાર ફળીયા વિસ્તાર માં આવેલી કનૈયા ડેરીમાં ચેકીંગ હાથ ધરતા નકલી દૂધ મળ્યું હતું. અને જ્યાં ભેળસેળ કરતા હતા તે ભાડા ના મકાન માંથી યુરિયા ખાતર તેમજ તેલનો જથ્થો પણ મળી આવ્યો હતો. ફૂડસેફ્ટી વિભાગે દુકાન તેમજ મકાન ને સિલ કરી વધુ તપાસ તેજ કરી હતી.

શહેરા નગર માં આવેલી કનૈયા ડેરીમાં દૂધ તેમજ અન્ય સમાન માટે જે ભાડા પેટે મકાન લીધો હતો ત્યાં દૂધ માં ભેળશેડ કરતા હતા તે મકાન પર નગર પાલિકા દ્વારા છાપો મરાયો હતો . શહેરા નગર પાલિકા વિસ્તાર નાં લખારા સોસાયટી ની સામે જૂની G E B ની બાજુમા આવેલા ભાડા નાં મકાન માં દૂધનુ ભેળસેળ ચાલી રહ્યુ હતું. ત્યાં દિલીપકુમાર ભારતભાઈ પરમાર નામ નાં યુવક દૂધ નું ભેળસેળ કરતો હતો તેલ અને ઇફકો કંપની નુ યુરીયા ખાતર ભેળસેળ વાળું દૂધ કનૈયા ડેરી ફાર્મ માં દૂધ નુ વેચાણ કરતા હતા શહેરા નગરપાલિકા સેનેટરી ઈન્સ્પેકટર જીતેન્દ્ર સિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા તમામ ભેળસેળ નુ કૌભાંડ પકડવામાં સફળતા મળી હતી શહેરા નગર પાલિકા દ્વારા મકાન અને દૂધ ની ડેરી ને સીલ કરવામા આવ્યું હતું. દિલીપ નરસણા ભરતભાઈ ( કાળું ભાઈ ) પ્રતાપભાઈ પરમાર સરપંચ નાં પુત્ર હોવાનુ પણ બહાર આવ્યુ.

પ્રતિનિધિ :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: