આવતીકાલે બુધવારે ભરાશે પ્રાચીન માતાના મંદિરે રિયાસતી રાજવી વખતથી ભરાતો શ્રાવણની સાતમનો મેળો

રાજપીપળા ના પ્રાચીન માતાના મંદિરે રિયાસતી રાજવી વખતથી ભરાતો શ્રાવણની સાતમનો મેળો આવતીકાલે બુધવારે ભરાશે. 
રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી વખતથી ભરાતો પરંપરાગત મેળો. 
શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા શીતળાનો રોગ ભારતમાંથી સદંતર નાબૂદ થઈ ગયો હોવા છતાં પોતાના સંતાનોને શીતળાનો પ્રકોપ ના થાય તે માટે શીતળા માતાની બાધા આંખડી માનતા ભક્તોની અનોખી શ્રદ્ધા.
રાજપીપળા, તા 6
રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવાર દ્વારા બંધાયેલ શીતળા માતાના પ્રાચીન મંદિરે આવતીકાલે બુધવારે શીતળા સાતમના દિવસે શ્રાવણની સાતમનો મેળો ભવ્ય મેળો ભરાશે. રાજવી પરિવારે બંધાવેલ આ પ્રાચીન મંદિરે રાજા-રજવાડા ના વખતથી શિતળા સાતમનો પરંપરાગત મેળો ભરાય છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે.
શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા શીતળાનો રોગ ભારતમાંથી સદંતર નાબૂદ થઈ ગયો હોવા છતાં પોતાના સંતાનોને શીતળાનો પ્રકોપ ના થાય તે માટે આજે પણ ભક્તો શીતળા માતાની બાધા આંખડી રાખી હજારોની સંખ્યામાં ભક્તો શ્રીફળ વધેરી ભક્તો માથા ટેકવે છે.
કોલેજ રોડ પર આવેલા શીતળા માતાના મંદિરે રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલ થી માંડીને કોલેજ સુધી એક કિલોમીટર સુધી રોડની બંને બાજુ મેળામાં હકડેઠઠ ભીડ જામે છે.અને મેળામાં અસંખ્ય દુકાનો હાટડીઓ લાગે છે.જેમાં ખાણી પીણીનાં સ્ટોલ, રમકડાની દુકાનો, તેમજ કપડા વાસણની દુકાનો લાગે છે અને મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામમાં લોકો દૂર દૂરથી સવારથી સાંજ સુધી લાખોની હકડેઠઠ ભીડ જામે છે શરીર સાથે શરીર ઘસાઈ તેવી ભીડ જામે છે.
શીતળા માતા પ્રત્યે ભક્તોમાં અપાર શ્રદ્ધા હોવાથી અહીં હજારો શ્રીફળ વધેરાય છે.સાતમ ની પૂજા કરી શ્રીફળ વધેરી શીતલા માતાના દર્શન કરી પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે.જોકે પોતાના સંતાનોને શીતળાનો પ્રકોપ ના થાય તે માટે શીતળા માતાની બાધા આખડી માનતા ભક્તોની અનોખી શ્રદ્ધાનો દીપ આજે પણ ઝગમગે છે.
તસ્વીર :જ્યોતિ  જગતાપ રાજપીપળા
અમારી દરેક અપડેટ મેળવવામાટે નીચેના બેલ આઈકોનપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો તમારી આસપાસ બનતી દરેક ઘટનાને તમારા મોબાઈલપર
Translate »
%d bloggers like this: