રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી વખતથી ભરાતો પરંપરાગત મેળો

રાજપીપળા ના પ્રાચીન માતાના મંદિરે રિયાસતી રાજવી વખતથી ભરાતો શ્રાવણની સાતમનો મેળોભરાયો

રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી વખતથી ભરાતો પરંપરાગત મેળો

શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા શીતળાનો રોગ ભારતમાંથી સદંતર નાબૂદ થઈ ગયો હોવા છતાં પોતાના સંતાનોને શીતળાનો પ્રકોપ ના થાય તે માટે શીતળા માતાની બાધા આંખડી માનતા ભક્તોની અનોખી શ્રદ્ધા.

રાજપીપળા, તા 7

રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવાર દ્વારા બંધાયેલ શીતળા માતાના પ્રાચીન મંદિરે આજે શીતળા સાતમના દિવસે શ્રાવણની સાતમનો મેળો ભવ્ય મેળો ભરાયો હતો રાજવી પરિવારે બંધાવેલ આ પ્રાચીન મંદિરે રાજા-રજવાડા ના વખતથી શિતળા સાતમનો પરંપરાગત મેળો ભરાય છે.
શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા શીતળાનો રોગ ભારતમાંથી સદંતર નાબૂદ થઈ ગયો હોવા છતાં પોતાના સંતાનોને શીતળાનો પ્રકોપ ના થાય તે માટે આજે પણ ભક્તો શીતળા માતાની બાધા આંખડી રાખી હજારોની સંખ્યામાં ભક્તો શ્રીફળ વધેરી ભક્તો માથા ટેકવે છે.
કોલેજ રોડ પર આવેલા શીતળા માતાના મંદિરે રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલ થી માંડીને કોલેજ સુધી એક કિલોમીટર સુધી રોડની બંને બાજુ મેળામાં હકડેઠઠ ભીડ જામી હતી .અને મેળામાં અસંખ્ય દુકાનો હાટડીઓ લાગી હતી જેમાં ખાણી પીણીનાં સ્ટોલ, રમકડાની દુકાનો, તેમજ કપડા વાસણની દુકાનો લાગી હતી . અને મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામમાં લોકો દૂર દૂરથી સવારથી સાંજ સુધી લાખોની હકડેઠઠ ભીડ જામી હતી . શરીર સાથે શરીર ઘસાઈ તેવી ભીડ જામી હતી .


શીતળા માતા પ્રત્યે ભક્તોમાં અપાર શ્રદ્ધા હોવાથી અહીં હજારો શ્રીફળ વધેરાયા હતા .સાતમ ની પૂજા કરી શ્રીફળ વધેરી શીતલા માતાના દર્શન કરી પોતાની બાધા આખડી માનતા પૂરી કરી હતી જોકે પોતાના સંતાનોને શીતળાનો પ્રકોપ ના થાય તે માટે શીતળા માતાની બાધા આખડી માનતા ભક્તોની અનોખી શ્રદ્ધાનો દીપ આજે પણ ઝગમગે છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ રાજપીપળા

Translate »
%d bloggers like this: