જિલ્લાના મતદાર ચકાસણી કાર્યક્રમનો થયેલો પ્રારંભ

રાજપીપલા ખાતેથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ .કે પટેલના હસ્તે
જિલ્લાના મતદાર ચકાસણી કાર્યક્રમનો થયેલો પ્રારંભ

મતદારો જાતે પોતાના મતદાર ઓળખથીકાર્ડની વિગતોની મોબાઇલ એપના
માધ્યમથી ચકાસણી અને સુધારા કરી શકશે

રાજપીપલાતા 2
તા. ૧/૧/૨૦૨૦ ની લાયકાતના ધોરણે ભારતના ચૂંટણીપંચ દ્વારા ૧ લી સપ્ટેમ્બર, ૨૦૧૯ થી હાથ ધરાયેલા યોજાનારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના ભાગરૂપે મતદાર યાદી ચકાસણીના રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમનો જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ.હળપતી,પ્રાંત અધિકારી કે.ડી.ભગત સહિતના જિલ્લાના અધિકારી કર્મચારીઓ અને મતદારોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. મતદાર ચકાસણીનો આ કાર્યક્રમ જિલ્લાભરમાં તા. ૧૫ મી ઓક્ટોબર સુધી ચાલશે.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી મતદાર યાદીમાં નામ, સરનામા અને અન્ય સુધારા કરવા માટે કેમ્પોનું આયોજન કરાતું હતું તેમજ બી.એલ.ઓ કે મામલતદાર કચેરી ખાતે વિવિધ ફોર્મ ભરીને સુધારા કરવામાં આવતાં હતાં, જેના પરિણામે મતદાર કાર્ડમાં કોઇપણ કારણોસર અનેક મતદાર કાર્ડમાં નાની-મોટી ક્ષતિ રહી જતી હતી. હવે ડીજીટલ યુગમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા NVSP પોર્ટલ દ્વારા આ ચકાસણી કરવાની સવલતોનો આજથી શુભારંભ કરાયો છે આ એપ થકી કોઇપણ મતદાર પોતાના ઘરે બેઠા જાતે પોતાની અને પોતાના પરિવારના તમામ મતદારોની વિવિધ વિગતોની ચકાસણી કરી શકશે અને તેમાં સુધારો કરવા અને તમામ વિગતો બરાબર હોય તો તેને પ્રમાણિત કરી શકે છે.
જિલ્લા કલેક્ટકર આઇ.કે.પટેલે આ અંગેની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોચે તે માટે જિલ્લાના સર્વ નાગરિકોને અને ઉપસ્થિત સર્વ લોકોને મોકલવાની અપીલ કરી હતી જે લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ નથી કરતાં તેવા મતદારો નજીકના ઇ-ગ્રામ સર્વિસ સેન્ટર કે સી.એસ.સી ખાતે જઇને ઓનલાઇન મતદાર કાર્ડની ચકાસણી કરી શકશે મતદાર નોંધણી અધિકારીઓની કચેરી ખાતે પણ મતદાર સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.
કલેક્ટરઆઇ.કે.પટેલે જણાવ્યું હતું કે તા. ૧૫ મી ઓક્ટોબરસુધી ચાલનારા આ કાર્યકમ અન્વયે કોઇપણ મતદાર તેમના ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, આધારકાર્ડ, રેશનકાર્ડ, સરકારી/અર્ધસરકારી કર્મચારી માટેનું ઓળખપત્ર, બેંકપાસપોર્ટ તેમજ ખેડૂત ઓળખપત્ર જેવા દસ્તાવેજો પૈકી કોઇપણએક દસ્તાવેજના આધારે પોતાના અને પોતાના કુંટુંબામ અન્ય મતદારોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકશે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા હાથ ધરાયેલી મતદાર ચકાસણીના ઉકત કાર્યક્રમને લીધે મતદારોને જરૂરી સુધારા-વધારા કરવા સંબંધિત મામલતદાર કચેરી કે સંબંધિત BLO સમક્ષ જવામાંથી અને નિયત નમૂનામાં અરજી ફોર્મમાં રૂબરૂમાં વિગતો રજુ કરવાનીકામગીરીમાંથી મુકિત મળશે. મતદાર ચકાસણીના આ કાર્યક્રમથી મતદારોને પોતાના તથા પોતાના કુટુંબના સભ્યોના મતદારયાદીમાં નામ સંબંધી તમામ માહિતી આપમેળે SMS દ્વારા મળી શકશે.
જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે આજે રાજપીપલા કલેકટરાલય ખાતે ઉપસ્થિત અધિકારીઓ/કર્મચારીઓ અને મતદારોને વોટસઅપ ગૃપમાં જિલ્લા કલેકટરાલય તરફથી ટેકક્ષ મેસેજ, વોઇસ મેસેજના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી આ મેસેજ પહોચેં અને તેનો વધુમાં વધુ પ્રચાર થાય તે માટે સૌના સહિયારા પ્રયાસો માટેની હિમાયત કરી હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

Translate »
%d bloggers like this: