મારબલ, ગ્રેટનાઈટ  કટીંગ અને મોલ્ડિંગ  માટે ઘસવાની કામગીરી કારીગરોની ક્રમશઃ લુપ્ત થતી કળા

નર્મદા જિલ્લામાં મારબલ, ગ્રેટનાઈટ  કટીંગ અને મોલ્ડિંગ  માટે ઘસવાની કામગીરી કારીગરોની ક્રમશઃ લુપ્ત થતી કળા. 
 મશીનથી પથ્થર ઘસવાની ઘસવાથી ઉડતો પાવડર શ્વાસમાં જવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક.
 બ્રોકાઇટીસ, ફેફસાની બીમારીઓ થવાથી કારીગરો આ કામ કરવા હવે તૈયાર થતા નથી, 
કારીગરો માટે આધુનિક સાધનો, ટેકનિક તેમજ પદ્ધતિસરની તાલીમ ની જરૂરિયાત.
રાજપીપળા, તા.27
 આજકાલ નર્મદામાં લીલાછમ જંગલો ઓછા અને સિમેન્ટના જંગલો વધારે જોવા મળી રહ્યા છે. ત્યારે નવાનવા મકાનો બનતા જતા હોય મકાનમાં માર્બલ અને ગ્રેનાઈટ તથા ટાઇલ્સના પથ્થરોની સ્લાઈઝમા કટીંગ કરવાનું કામ હવે ગણ્યાગાંઠીયા કારીગરો જ જોવા મળ્યા છે. પણ આ કામ જોખમી હોવાથી હવે મોટા ભાગના કારીગરો હવે આ જોખમી કામ કરવા તૈયાર થતા નથી. નર્મદા જિલ્લામાં માર્બલ ગ્રેનાઇટ કટિંગ અને મોલ્ડિંગ માટે ઘસવાની કામગીરી કરનારા કારીગરોની આ કળા ક્રમશઃ લુપ્ત થઇ રહી છે. ખાસ કરીને મશીનથી પથ્થર ઘસવાથી ઉડતો પાવડર શ્વાસમાં જવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થયું છે, એનાથી બ્રોન્કાઇટિસ ફેફસાની બીમારીઓજેવી બીમારીઓ થવાથી કારીગરો આ કામ કરવા હવે તૈયાર થતા નથી. આવી બીમારીઓથી બચવા કારીગરો માટે આધુનિક સાધનો ટેકનિકલ તેમજ ટેકનીક તેમજ પદ્ધતિસરની તાલીમની જરૂરિયાત છે તેમ જ શ્વાસમાં પથ્થરનો પાવડર ના જાય તે માટે આરોગ્યલક્ષી પગલાં લેવા સરકાર દ્વારા યોગ્ય પગલા લેવાય અને પદ્ધતિસરની તાલીમ અપાય તેવું આયોજન કરવાની જરૂર છે. 
 આ અંગે રાજપીપળા ખાતે વર્ષોથી આ કામ કરનારા બનવરીભાઈનું કહેવું છે કે ગ્રેનાઈટ ખૂબજ વજનદાર ભારે અને મજબૂત પથ્થર હોય છે તેને કાપવા માટે. મોલ્ડિંગ કરીને ગ્રેનાઈટને મશીન કટરથી ઘસવા પડે છે ત્યારે તેમાંથી ગ્રેનાઇટ નો પાવડર પુષ્કળ ઉડે છે જે શ્વાસમાં જાય છે તેનાથી ઘણી ખતરનાક બીમારીઓ થતી હોય મારી સાથે આવી કારીગરી કરવા કોઈ તૈયાર થતા નથી તેથી મારે જાતે જ આવા કામો કરવા પડે છે. 
રિપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપળા
Translate »
%d bloggers like this: