જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સોની વાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ મા આજ રોજ મહા સુદ ત્રીજના દિવસે પાટડીયા પરિવારના સ્વ.જમનાદાસ મોરારજી પાટડીયા(ઉ.વર્ષ.૯૨) {રહે.સીટી સેન્ટર,ટાવર રોડ.}કે જેઓ દિનેશભાઈ પાટડીયાના પિતાશ્રી થાય છે જેમનુ ઉમરના કારણે દુઃખદ અવસાન થયેલ છે.


આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આથી માંગરોળ જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરા દ્વારા “શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને જાણ કરતાં લોએજ ગામના*રાજેશભાઈ સોલંકી * દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા.જેમને સહકાર આપવામાં પ્રદિપભાઈ જોટવા અને મિલનભાઈ બારડ હાજર રહ્યા હતા. આ બંન્ને ચક્ષુ કરશનભાઈ વાજાએ વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકને પહોંચાડયા હતા.
સ્વર્ગસ્થશ્રી જમનાદાસે ભુલોકને છોડી પરલોક જતા જતા પોતાના ચક્ષુનુ દાન કરીને પોતાનો દેહ પાવન કર્યો છે અને માનવસેવાના કાર્યમાં પોતાનુ યોગદાન આપ્યુ છે તેને શિવમ્ ચક્ષુદાન હંમેશ માટે યાદ રાખશે.અને ખરા હદયથી શ્રધ્ધાંજલી અર્પે છે.તેમજ પંકજભાઈ રાજપરા દ્વારા મળતા સહકાર બદલ તેમનો પણ આભાર માને છે.આ ઉપરાંત માંગરોળ અધ્યારુ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ જરુર પડ્યે સહકાર અને મદદ કરવામાં આવે છે આ તકે અમો તેમના પણ આભારી છે
આ દુઃખદ સમયે પરિવારને સાંત્વના આપવા માટે સગાવહાલાં અને પાડોશીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી આ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા.
મહર્ષિ દધિચીએ પૂરાણોમાં કરલે વર્ણન મુજબ પોતાના અંગોનુ દાન કર્યુ હતુ.આજના આ પાટડિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાનથી આપણા પૂરાણોના દાનને સાર્થક કર્યો છે. આજના આ ચક્ષુદાનના કાર્યથી તેમણે સમાજને ચક્ષુદાન એ મહાદાનનો મહિમા સમજાવ્યો છે. પાટડીયા પરિવાર દ્વારા થયેલ આ કાર્યથી અન્ય સમાજને પ્રેરણા મળશે.
સોની વાણીયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ,શ્રી ડુંગગુરુ સ્થા.જૈન યુવક મંડળ-જુનાગઢ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ તેમજ માંગરોળ તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી પ્રભુ આપે તેવી પ્રાર્થના તેમજ ગોલોકવાસી જમનાદાસના આત્માને ભગવાન શ્રીજીના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….

Translate »
%d bloggers like this: