માંગરોળ આહીર યુવા મંચ દ્વારા માંગરોળના જાહેર વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

 

હાલમાં કોરોના મહામારી ને લઈ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ થી બચવા માટે તંત્ર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ઘણી બધી સામાજિક સેવાભાવી સંસ્થાઓ વિવિધ સેવાકાર્ય કરી રહી છે ત્યારે આજ રોજ જુનાગઢ જીલ્લાના માંગરોળ ખાતે આહીર યુવા મંચ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું..

મંચના સભ્યો દ્વારા જાહેર જગ્યાઓ એસબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, ટાવર રોડ, લીમડા ચોક સહિતની જગ્યાઓ એ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ માસ્ક ફરજીયાત પહેરવા લોકોને અપીલ કરવામાં આવી હતી .

 

Translate »
%d bloggers like this: