મહુવા ની મહિલાનું ભાવનગર સર ટી હોસ્પિટલમાં મોત થતા પરિવાર જનોએ એસ પી સાહેબ ને આવેદન આપ્યું.

બોડી સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો.. પરંતુ આજે એસ પી સાહેબ ના સંતોષ કારક જવાબ થી મૃતદેહ સ્વીકાર્યો હતો.

આ બનાવને લઈ વિર માંધાતા કોળી સમાજના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી સહિત ભાવનગર એસ પી સાહેબ ને આવેદન આપ્યું હતું.અને જવાબદાર હોય તેના પર એક્સન લઇ ને ન્યાય ની માંગણી કરી હતી.

જાણવા મળતી વિગતો અનુસાર મહુવા ગામ ના માળવા ગામમાં રહેતા ૨૮ વર્ષીય ગર્ભવતિ મહિલા મીરાબહેન તારીખ 12 ના રોજ પોતાના ઘરે હતા ત્યારે મહુવા તાલુકાના આશા વર્કરો આવી તમારો કોરોના ટેસ્ટ કરવાનો છે તેવું કહેતા ચેકઅપ માટે સારવાર માટે લઇ જવામાં આવેલ. મીરાબહેને સાથે આવવાનો ઈનકાર કરેલ. છતાં પણ તેમને જબરજસ્તીથી ચેકઅપ માટે લઈ જવામાં આવેલ ત્યારબાદ ચેક ઉપ પછી અડધા રસ્તામાં મૂકી દેવામાં આવેલા અને તેઓએ પોતાના પરિવારનો સંપર્ક કરેલ. મીરાબેન ની તબિયત લથડતા મહુવાના હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરેલ. ત્યારબાદ તારીખ 18 ના રોજ મીરા બેન ની તબિયત વધારે બગડતા તેઓને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ બનાવથી તેમના પરીવારજનોમાં રોષ જોવા મળ્યો હતો.

ડોક્ટરની બેદરકારીને કારણે આ બનાવ બન્યો તેવા આક્ષેપો સાથે પરિવારજનોએ મીરાબહેન નો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.પરંતુ આજે એસ પી સાહેબ ને કોળી સમાજ દ્વારા અને મીરાબેન ના પરિવાર દ્વારા આવેદન પત્ર આપી ને રજૂઆત કરતા એસ પી સાહેબે ન્યાય આપાવાનો વિશ્વાસ આપતાં પરિવાર જનો એ મૃતદેહ નો સ્વીકાર કર્યો હતો

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા

Translate »
%d bloggers like this: