દારૂના નાના કોટર નંગ-૩૦૩ કુલ કિ.રૂ. ૩૦,૩૦૦/-નો મુદામાલ ઝડપી પાડતી મહુવા પોલીસ

ભારતીય બનાવટના દારૂના નાના કોટર નંગ-૩૦૩ કુલ કિ.રૂ. ૩૦,૩૦૦/-નો મુદામાલ ઝડપી પાડતી મહુવા પોલીસ

ભાવનગર જીલ્લા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિહ રાઠોડ તથા ડીવાઇએસપી શ્રી આર.એચ.જાડેજા સાહેબની સુચનાથી તથા મહુવા પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા સા. સાથે ડી સ્ટાફના માણસો આગામી તા-૦૪/૦૭/૨૦૧૯ ના રોજ મહુવા શહેરમાં નિકળનાર ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક સા. શ્રી તરફથી ટ્રાફીક ડ્રાઇવ દરમ્યાન સાથેના પો.કોન્સ બનેસંગભાઇ મોરીને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે અગાઉ ભારતીય બનાવટના દારૂના ગુન્હામાં પકડાયેલ ઇસમ કંપોઝના ખાડે રહેતો કલ્પેશભાઇ ઉર્ફે લપી પરશોતમભાઇ સોલંકી રહે.કંપોઝાનો ખાડો મહુવાવાળો પોતાના રહેણાંકી મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે.જે ચોક્કસ બાતમી મળેલ હોય જેથી મહુવા પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા સા. સાથે અનાર્મ હેડ કોન્સ. વી.એન.રાણા તથા હેઙ.કોન્સ પી.આર.ગોહિલ તથા હેઙકોન્સ ડી.આર.ગોહિલ તથા પો.કોન્સ બનેસંગભાઇ મોરી તથા પો.કોન્સ નરેશભાઇ બારૈયા તથા પો.કોન્સ અશોકભાઇ પંડયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે આરોપી કલ્પેશભાઇ ઉર્ફે લપી પરશોતમભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો-સેન્ટીંગ રહે. કંપોઝનો ખાડો, મહુવાવાળો ના રહેણાક મકાને પ્રોહી રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના નાના કોટર નંગ-૩૦૩ કિ.રૂ ૩૦,૩૦૦/-નો મુદામાલ સાથે આરોપી હાજર મળી આવતા સાથેના હેડ કોન્સ. વી.એન. રાણાએ ધોરણસર ફરીયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ મહુવા પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડવામાં સફળતા મળેલ છે.

Translate »
%d bloggers like this: