મહુવાના ભાદ્રોડ ગામ ભદ્રોડી નદીના કાંઠે જાહેર જગ્યામાં જુગાર રમતા પાંચ શકુનીઓ ને રોકડ રૂ. 19640/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પરેલ ફર્લો સ્કોર્ડના પો.સબ.ઇન્સ. શ્રી. આર.બી.વાઘિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમી રહે હકિકત મળેલ કે ભાદ્રોડી નદીના સામા કાંઠે મુખીના વડલા નીચે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -5 ઇસમો ઇસમો જાહેરમાં પૈસા-પાના વતીતીન પતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા મળી આવતા જેમા

(૧) રમેશભાઇ સામતભાઇ મકવાણા ઉ.વ.-૩૯ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા (૨) ખોડાભાઇ મનુભાઇ મકવાણા ઉ.વ.-૩૬ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા (૩) મનુભાઇ રણછોડભાઇ ભીલ ઉ.વ.-૩૦ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા (૪) મનસુખભાઇ રામજીભાઇ ઉ.વ.-૪૯ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા (૫) સાદીકભાઇ રસુલભાઇ કળદોરિયા ઉ.વ.-૩૭ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા વાળાઓને ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.19640/- મળી કુલ કિ.રૂ. 19640/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ના પો.સબ.ઇન્સ. શ્રી.આર.બી.વાઘિયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. ભદ્રેશભાઈ પંડયા તથા નરેશભાઈ બારૈયા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા*

Translate »
%d bloggers like this: