ગુજરાત કર્મચારી હિતરક્ષક મંડળ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા દ્વારા મહુવા તાલુકા

ગુજરાત કર્મચારી હિતરક્ષક મંડળ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા દ્વારા મહુવા તાલુકા

 ના કોરોના વોરીયર્સ હોમગાર્ડ જવાનો એ પોતાની તથા પોતાના પરિવાર ના જાન ની પણ પરવા કર્યા વગર સેવા બજાવી રહ્યા છે ત્યારે આ તમામ હોમગાર્ડ જવાનો ને સોશિયલ ડિસ્ટન્સ રાખીને સન્માનવા નો કાર્યક્રમ મહુવા ના વ્યાયામ મંદિર ખાતે તા. 12/7/2020 ના રોજ શ્રી દિનેશરાજ

 

 

રાવલિયા ના અધ્યક્ષસ્થાને તથા જી. આર. ડી. ના તાલુકા માનદ અધિકારી શ્રી ખોડાભાઈ બાંભણીયા, શ્રેષ્ઠશિક્ષક શ્રી માવજીભાઈ બાબરીયા, પત્રકાર એકતા સંગઠન – મહુવા ના મહામંત્રી શ્રી પરેશભાઈ જીતિયા ની વિશેષ ઉપસ્થિત માં યોજવામાં આવેલ. 

હોમગાર્ડ યુનિટ – મહુવા દ્વારા મહેમાનો નું ફુલ ગુલદસ્તા થી અભિવાદન કરવામાં આવેલ.ઓફિસર કમાન્ડિંગ શ્રી ખાંભલીયા, શ્રી માવજીભાઈ બાબરીયા, અધ્યક્ષસ્થાને થી શ્રી દિનેશરાજ રાવલિયા એ પ્રાસંગિક ઉદબોધન કરેલ. અને ઓફિસર શ્રી નાનજીભાઈ ગોહિલ ના માર્ગદર્શન માં શ્રી હરિભાઈ વાઘ,શ્રી જવેરભાઇ જોળીયાં, શ્રી રમેશભાઈ વેલારી, અશોકભાઈપરમાર વગેરે એ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Translate »
%d bloggers like this: