આજથી ગુરૂદતાત્રેય આશ્રમ ગૌશાળામાં ભાગવત કથા નો પ્રારંભ

 

આજથી ગુરૂદતાત્રેય આશ્રમ ગૌશાળામાં ભાગવત કથા નો પ્રારંભ

મહુવા તાલુકાના બગદાણાધામ થી નજીક આવેલ ગુરુદત્તાત્રેય આશ્રમ – ગૌશાળા કોટીયા ( બાવાવાળા ) માં તા . 21 – 2 થી શિપ્રાગીરી મહારાજ ( બાપજી ) ના વક્તા પદે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો થઈ રહેલા પ્રારંભમાં તળાજાનાં દેવળીયા ગામની ધાર પર આવેલ ગુરુદત્તાત્રેય આશ્રમેથી પ્રસ્થાન થનાર

પોથીયાત્રામાં 3 ટ્રેક , 2 બગી , 25 ટ્રેક્ટર 15 ઘોડા , બળદગાડા , ઉંટગાડી , ખુલ્લી જીપમાં શ્રદ્ધાળુઓ ઢોલ – નગારા ડી . જે . ની સંગીત સુરાવલી સાથે કીર્તન કરતા કરતા 14 કીમી ઐતિહાસિક લાંબી યાત્રા ગુરુદત્તાત્રેય આશ્રમ પહોંચી હતી . તા . 21 , 23 , 25 અને 27 ની રાત્રે સંતવાણી તેમજ કથા શ્રવણનો સમય સવારના 9 થી બપોરના 1 . 30 સુધીનો અને કથા વિરામ તા . 28 સુધી મહાપ્રસાદ રાખેલ છે

ભાવિ ભક્તોને પધારવા પૂંજય લહેર ગિરી બાપુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

 

આજે પ્રસ્થાન બાદ સપ્તાહની શરુરાત કરવામાં આવેલ

કથામાં આજે પ્રથમ દિવસે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા

 

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

Translate »
%d bloggers like this: